Gujarat News Today : ગુજરાતના વિવિધ શહેરોમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુભાષબ્રિજના વિકાસકાર્યોને લીલીઝંડી મળવાની છે, જ્યારે બીજી તરફ વટવા GIDC પ્રદૂષણ અને CU શાહ કોલેજ વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયું છે.
અમદાવાદ
અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં સુભાષબ્રિજની કામગીરીને મંજૂરી આપવામાં આવશે. અમદાવાદ શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં આવેલી CU શાહ કોલેજના સંચાલકોએ રિનોવેશનના બહાને છેલ્લા ત્રણ વર્ષથી કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન થવા દીધો હોવાનો આરોપ અધ્યાપક મંડળ દ્વારા લગાવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની સૌથી જૂની અને જાણીતી CU શાહ ગ્રાન્ટેડ કોલેજ છે. જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સૌથી ઉપયોગી કોલેજ હતી જો કે છેલ્લા ત્રણ વર્ષથી કોલેજના સંચાલકો દ્વારા બંધ રાખવામાં આવી છે. જેને લઈને અધ્યાપક મંડળે ઉચ્ચ શિક્ષણ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.
વટવા GIDC વધી રહેલા પ્રદુષણ મામલે સ્થાનિક લોકોમાં બિમારી વધી રહી છે. જેને લઈને વટવા વિધાનસભા કોંગ્રેસ કાર્યકર્તા તેમજ સ્થાનિક લોકો આજે ગુજરાતના મુખ્યમંત્રી મળી આવેદન આપશે.
જામનગર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ કોમ્પિટિશન 2026નું આજે આયોજન, જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 175થી વધુ ખેલાડી ભાઈઓ-બહેનો ભાગ લેશે, અને વિજેતા ખેલાડીઓ આવતા દિવસો માં રાજસ્થાન ખાતે યોજાનાર ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન કોમ્પિટિશનમાં ભાગ લેવા જશે.
પોરબંદર
પોરબંદરના બોખીરા આવાસમાં છેલ્લા દોઢ મહિનામાં 10થી વધુ બ્લોકમાં છતના પોપડા પડતાં રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. અંદાજે 12થી 13 વર્ષ પહેલાં બનેલા આ આવાસોની ગુણવત્તા સામે શરૂઆતથી જ સવાલો ઉઠ્યા હતા, છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. તાજેતરમાં એક બ્લોકમાં છતનો ભાગ ધસી પડતાં બે માસૂમ બાળકોનો સદનસીબે બચાવ થયો હતો. મહાનગરપાલિકાએ વોટરપ્રૂફિંગ, રેલિંગ અને સર્વેની કામગીરીની વાત કરી છે, પરંતુ સ્થાનિકો તાત્કાલિક સમારકામ અને સુરક્ષિત વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો મોટી દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 01 માં આવેલ દુધરેજ વિસ્તારમાં વરસાદના વિરામના 03 દિવસ બાદ પણ વરસાદી પાણી ન ઓસરતાં સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. મનપા તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં વરસાદી પાણીના નિકાલની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે ત્યારે દુધરેજ વિસ્તારમાં ભરાયેલા પાણીએ મનપાના દાવાની પોલ ખોલી નાખી છે. સતત ભરાયેલા રહેતા પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે ત્યારે તંત્ર દ્વારા લોકોની હાલાકી ને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
અમરેલી
સ્થાનિક ખેડૂતો સહીત લોકો અનોખો વિરોધ નોંધાવશે જેમા જાતે માટીના ટ્રેકટરો ભરી જેસીબી મારફતે સ્વખર્ચે જિલ્લાના મુખ્ય હાઇવે પર ખાડાઓ બુરી સમારકામ કરશે. માર્ગ મકાન વિભાગની આર્થિક સ્થતિ નબળી હોવાના આક્ષેપ સાથે માર્ગ સમારકામ કરી અનોખું વિરોધ પ્રદશન કરશે.
નર્મદા
નર્મદા જિલ્લાના બે પ્રતિભાશાળી નાગરિકો ને રાષ્ટ્રપતિ ભવન ના " એટ હોમ રિસેપશન " નું આમંત્રણ મળ્યું છે.ઉષાબેન વસાવા ને પ્રાકૃતિક ખેતી,મહિલા સશક્તિકરણ અને વિશાલ તડવી ને પશુપાલન અને પશુ રસીકરણ માં સારી કામગીરી બદલ રાષ્ટ્રપતિ તરફ થી 15 ઓગસ્ટ ના રોજ દિલ્હી માટે નું આમંત્રણ મળ્યું છે.
આ પણ વાંચો : Rashifal 6 August 2026 : બિઝનેસ અને નોકરી માટે કેવો રહેશે આજનો દિવસ? વાંચો રાશિફળ