Gujarat News Today : ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અનેક મહત્વના અહેવાલો સામે આવ્યા છે. એક તરફ જ્યાં દાહોદની દીકરીઓએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે, તો બીજી તરફ વલસાડમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે આચરવામાં આવેલા કરોડોના કૌભાંડે ખળભળાટ મચાવ્યો છે. આ ઉપરાંત, અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસની દહેશત, ઉનામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના અને નવસારીમાં રખડતા ઢોરની વિકટ સમસ્યાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
ગાંધીનગર
ગુજરાત પ્રદેશ ભાજપની આજે બેઠક મળશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી બેઠક લેશે. જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારીઓને બેઠક માટે બોલાવાયા.સંગઠનના આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે બેઠકનું આયોજન કરાયું છે. શક્તિવર્ધક દવાઓના નામે ઓનલાઈન છેતરપિંડીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ ખાતેથી બે કોલ સેન્ટર તથા ઉત્તરપ્રદેશના બિઘુના ખાતેથી એક કોલ સેન્ટર શરૂ થાય તે પહેલા દરોડા પાડી 07 આરોપીઓની ધરપકડ થયેલ છે અને ભાવનગર બેંક હેકિંગ કેસ માં 3 આરોપીઓની ધરપકડ થયેલ છે તે અંગેની પ્રેસ કોન્ફરન્સ આજે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કરવામાં આવશે.
ભાવનગર
ભાવનગર જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં અરજદારો ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરના પાકા ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રાય આપવા ભાવનગર RTO કચેરીએ પહોંચતા હોય છે. જોકે છેલ્લા બે મહિનાથી RTOની ઓનલાઈન કામગીરીમાં જુદા જુદા કારણોસર વારંવાર સર્જાયેલી સર્વર અને ઇન્ટરનેટની ટેકનિકલ ખામીઓનો સીધો ફટકો હવે અરજદારોને પડી રહ્યો છે.
અરવલ્લી
ગુજરાતના અમુક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા છે ત્યારે ચાંદીપુરા વાયરસના કારણે નાના બાળકોના મોત પણ થાયછે ત્યારે અરવલ્લીના પાડોશી જિલ્લાઓ મહીસાગર અને સાબરકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસનાં કેસો નોંધાયા છે. ત્યારે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ ધ્વારા ચાંદીપુરા વાયરસને લઈને કેવું આયોજન કરવામાં આવ્યું છે.
વલસાડ
વાપી સહિત વલસાડ જિલ્લામાં ઓનલાઇન ટ્રેડિંગમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ઉઠામણું કરનાર બંટી બબલી ની ધરપકડ વાપી જીઆઇડીસી પોલીસે કરી છે ફોરેક્સ, ક્રિપ્ટો કરન્સી જેવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી શરૂઆતના તબક્કામાં સારો નફો આપ્યા બાદ આ ગેંગ દ્વારા લોકોના કરોડો રૂપિયા લઇ ફરાર થવાની ફિરાકમાં હતા. ત્યારે વાપી જીઆઇડીસી પોલીસે એક મહિલા સહિત એક આરોપીની ધરપકડ કરી છે. એ ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાંડ નો માસ્ટરમાઈન્ડ એવો લવેશ ચૌધરી દુબઈમાં રહીને આ કૌભાંડ આચાર તો હતો અને તેમના ચાર સાગરીતો વાપી દમણ મુંબઈમાં પોતાની ઓફિસો ખોલી ગરજાઉ લોકોને વિવિધ પ્રકારના લોભ પ્રલોભન આપી જાળમાં ફસાવતા હતા.
ઉના
ઉના ખાપટ પ્રા.શાળાના શિક્ષક ધો.7ના વિધાર્થી પાસે દારૂ મંગાવતા ભાંડો ફૂટ્યો, શાળા માં ફરજ બજાવતા શિક્ષક અવારનવાર દારૂ પી ને શાળા એ આવતા હોવાની આચાર્ય એ અનેક વખત લેખિત માં ફરિયાદ કરી હોવા છતાં પગલા ભરાયા નહીં.
નવસારી
નવસારી શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રખડતા ઢોરોની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. નવસારી શહેરમાં અનેક જગ્યાએ રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહેતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. નવસારી રેલવે સ્ટેશન પર તૈયાર થયેલ ઓવરબ્રીજ પાસે પણ રાત્રિના સમયે રખડતા ઢોર અકસ્માતને આવકાર આપી રહ્યા છે. ભૂતકાળમાં નગરપાલિકા હતી એ દરમિયાન ચોમાસામાં અનેક અકસ્માતો થયા હતા. મહાનગરપાલિકા રખડતા ઢોર માટે પાંજરાપોળ તો બનાવી રહ્યું છે પરંતુ સમયસર કામ પૂરું ન થતા ફરી એકવાર રખડતા ઢોરનો પ્રશ્ન સામે આવ્યો છે.
દાહોદ
પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય વંદેમાતરમ્ કેમ્પ મા ગુજરાત માંથી ગયેલા 23 સ્પર્ધકો માંથી દાહોદ ની બે દીકરીઓ ને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાતા દાહોદ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું
જુનાગઢ
જૂનાગઢ ખાતે ગિરનારની પવિત્ર ગોદમા દૂધ પરિક્રમા યોજાશે. દર વર્ષ ની માફક દુધની ધારા સાથે ગિરનારની પરિક્રમાનુ આયોજન કરવામાં આવે છે. એક દિવસની અંદર ગિરનાર અભ્યારણ્ય મા આ પરિક્રમા યોજાય છે. મોટી સંખ્યામાં ભાવીકો. હિન્દુ સંગઠનો જોડાય છે. દૂધ ની પરિક્રમા કરવાથી પર્યાવરણ. ગૌસંરક્ષણ. વિશ્વશાંતીના સંકલ્પ સાથે આ પરિક્રમા યોજાય છે. આ પરિક્રમા નુ ખૂબ ધાર્મિક મહત્વ તેમજ આસ્થા જોડાયેલી છે.
છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સિંધી પાણી ગામમાં વિકાસના દાવા વચ્ચે આજે પણ લોકો કાચા રસ્તાની સમસ્યાથી પરેશાન છે. ગામને જોડતો અંદાજે એક કિલોમીટરનો માર્ગ વર્ષોથી પાકો બન્યો નથી, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ આ કાચો રસ્તો કાદવ-કીચડથી ભરાઈ જાય છે. જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થવું પડે છે.વર્ષોથી ગ્રામજનો દ્વારા પાકા રસ્તાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વરસાદના દિવસોમાં આ રસ્તો ગામ માટે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે.
આ પણ વાંચો :Rashifal 10 july 2026 : આજે કઈ રાશિના જાતકોને થશે ધનલાભ? જાણો તમારુ રાશિફળ