Gujarat News Today : ગુજરાતમાં આજે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓથી માહોલ ધમધમી રહ્યો છે. પાટનગર ગાંધીનગરથી લઈને છેવાડાના વિસ્તારો સુધી અનેક મહત્વપૂર્ણઘટનાઓ અને કાર્યક્રમો ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકથી લઈને કચ્છના ક્રાફ્ટ વિલેજ ભુજોડીની વિશ્વપ્રસિદ્ધ કચ્છી શાલ અને નવસારીમાં દીવાસા નિમિત્તે ઉજવાતા અનોખા 'ઢીંગલા બાપ'ના લોકમેળા સુધીના આજકાલના તમામ ખાસ અને મહત્ત્વપૂર્ણ સમચારો એક જ નજરે અહીં જાણો.
Gujarat News Today : ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે. રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સહાય અંગે ચાલી રહેલા સર્વેની સમિક્ષા થશે. કૃષિ નુકશાની અંગે સર્વે અંગે સમિક્ષા થશે. રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા તીરંગા યાત્ર સહિતના કાર્યક્રમો પર સમિક્ષા થશે. ચોમાસા સત્ર દરમિયાન રજૂ થનારા બિલ તથા કામકાજ સંદર્ભે પણ ચર્ચા થશે.
રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે. માં લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત શિષ્યવૃતિ વિતરણ તથા MYSY અને SSIP 2.0 અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની હાજરીમાં યોજાશે. શક્તિદૂત યોજના 2.0નો શુભારંભ તથા પ્રતિભાવાન ખેલાડીઓને એવોર્ડ વિતરણ સમારોહ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં યોજાશે.
આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગીતા મંદિર બસ ટર્મિનલ 2 આઇકોનિક બસ સ્ટોપનું લોકાર્પણ કર્યું છે. આજે અમદાવાદ શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરની અલગ અલગ વિતરણ સભાઓમાં પણ સવારે તિરંગા યાત્રા નીકળશે. અમદાવાદના વેજલપુર વિધાનસભામાં અમિત ઠાકરની આગેવાનીમાં સવારે સાડા આઠ વાગે તિરંગા યાત્રા નીકળશે
કચ્છ
ગુજરાતમાં હેન્ડલુમનું કેન્દ્ર ગણાતા ક્રાફ્ટ વિલેજ કચ્છનું ભુજોડી ગામ ઇન્ટરનેશનલ નેશનલ અને રાજ્યકક્ષાના 50થી વધુ એવોર્ડથી સન્માનિત વિશ્વભરમાં જીઆઇ ટેગ ધરાવતી કચ્છી શાલના કસબ માટે પ્રખ્યાત ભુજોડી પાંચ સદીથી હાથ વણાટની કારીગરીને સાચવી બેઠું છે. હાથવણાટના કાપડથી શરૂ થયેલી સફર આધુનિક ડિઝાઇન અને કલરના સથવારે મોર્ડન ચીજવસ્તુઓમાં પરિવર્તિત થઇ છે.
નવસારી
સમગ્ર ભારતમાં દિવાસાના દિને માત્ર દક્ષિણ ગુજરાતનાં નવસારીમાં ઉજવાતો ઢીંગલા બાપનો તહેવાર અનોખી પરંપરા સાથે ઉજવાઈ છે. જેમાં એક મોટો ઢીંગલો બનવવામાં આવે છે અને માનતા ચઢાવવામાં આવે છે. જેમાં વિશેષ ઢીંગલાંબાપને ચશ્માં પહેરાવી, સિગારેટ પણ પીવડાવે છે. ખાસ કરીને આદિવાસીઓનો તેહવારમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ ભેગા થઈને ઉત્સવ ઉજવે છે. આ દિવસેથી બરાબર 100 દિવસે દિવાળી આવે છે. ઢીંગલા બાપાની સવારી શહેરમાં નીકળે છે અને સાંજે પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે છે.
જુનાગઢ
રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ મનપા ને . સર્વાંગી વિકાસ માટે 65 કરોડ ની ફાળવણી કરવામાં આવી. ત્યારે આ 65 કરોડ જેવી માતબર રકમ ક્યાં વિકાસ કાર્યમાં કરશે ઉપયોગ. આ ઉપરાંત નર્મદા જિલ્લામાં આજે ‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ૧૨મી ઓગસ્ટે રાજપીપળામાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે.
ખેડા
મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામમાં નાના અને મોટા 7 મહાદેવના મંદિર આવેલા છે. આ સરસવણી ગામએ પૂજ્ય રવિશંકર મહારાજના ગામ છે. આ ગામ વાત્રક નદી કિનારે આવેલું ગામ છે. ગામમાં નદી થી લઈને ગામ સુધી ટોટલ 7 જેટલાં મહાદેવ ના મંદિરો આવેલા છે.
ગીર સોમનાથ
શ્રાવણ માસને લઈ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ ત્યારીઓ પૂરતાને આરે, દર્શન આર્થીઓને દર્શન માટે કોઈ અગવડતાના પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા દરેક તૈયારીઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Latest News : રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી જાહેર,8 સપ્ટેમ્બરે થશે મતદાન