ગાંધીનગર
2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ યુવા મોરચા દ્વારા અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે. આજે પ્રદેશ યુવા મોરચાની વિસ્તૃત બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બોલાવવામાં આવી છે. ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા સાંસદ હેમાંગ જોશી ભાજપા યુવા મોરચા દ્વારા યોજાનાર સંગઠનાત્મક કાર્યક્રમોની વિગતો અંગે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ એક એક પ્રેસ કોંફરન્સ કરશે. ત્યારબાદ પ્રદેશ યુવા મોરચાની વિસ્તૃત બેઠક યોજાશે.
રાહત કમિશનરની અધ્યક્ષતામાં આજે વેધર વોચ ગૃહની બેઠક મળશે, રાજ્યમાં વરસાદ ની સ્થિતિ આગામી દિવસોમાં વરસાદની આગાહી અને સુરત અને સૌરાષ્ટ્ર માં નુકશાની ના સર્વે અને સહાય બાબતે સમિક્ષા થશે, મહેસુલ વિભાગ, જળ સંપત્તી, એનડીઆરએફ, હવામાન તથા સેનાની ત્રણેય પાંખોના અધિકારીઓ હાજર રહેશે
અમદાવાદ
આજે સવારે ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે શહેર પોલીસ દ્વારા પ્રથમ રિહર્સલ કરવામાં આવશે. ફાઇનલ રિહર્સલ દરમિયાન જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધી રથયાત્રા બંદોબસ્તમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવશે. 16 જુલાઈ એ યોજાનાર રથયાત્રા અગાઉ પોલીસ દ્વારા રથયાત્રા રૂટ પર તૈયારીઓ સંદર્ભે આખરી ઓપ આપશે. આજે જગન્નાથ ભગવાન મંદિર પધારશે. સ્થાપન બાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. હર્ષ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા મંદિરમાં પૂજા કરવામાં આવશે.
નવસારી
નવસારીના સાંસદ અને જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કેચ ધ રેઇન પ્રોજેક્ટ અંતર્ગત વરસાદી પાણીનો જળસંચય કરી ભૂગર્ભમાં ઉતરવાની મુહિમ હાથ ધરી છે. જેમાં નવસારી મનપા દ્વારા શહેરની જાહેર જગ્યા પર 120 ફૂટ ઊંડા 400થી વધુ બોરવેલ બનાવી પાણી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રાથમિક તબક્કામાં 200થી બોરવેલ બનાવીને કાર્યરત કરી દેવમાં પણ આવ્યા છે. જેના કારણે આ વર્ષે લાખો લીટર પાણીનો સંચય થયો છે.
જુનાગઢ
વોર્ડ નં. 3 ની એક બેઠક યોજાશે ચૂંટણી. આજેફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ગત સામાન્ય ચૂંટણીમાં આ વોર્ડ ભાજપ બીન હરીફ થયુ હતુ.. આ વિસ્તાર ના ભાજપ ના કોર્પોરેટર હાલ જેલ મા છે સતત ત્રણ વખત બોર્ડ મા ગેરહાજર રહેતા તેનુ સભ્ય પદ રદ થયુ હતુ. આજે ભાજપ, કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે.
પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લેતાં જ જગતનો તાત ચિંતિત બન્યો છે. ચોમાસાના પ્રારંભિક તબક્કામાં સારો વરસાદ વરસતાં ખેડૂતોએ ઉત્સાહભેર મકાઈ, તુવેર, કપાસ, અને ડાંગર નું વાવેતર કર્યું હતું. પરંતુ હાલ વરસાદ વિરામ લીધો છે. જો મેઘરાજા એક કે બે દિવસમાંના વરસે તો મોંઘાદાટ ખાતર અને બિયારણ લાવી વાવેતર કરાયેલો ઉભો નિષ્ફળ જવા ની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
દ્વારકા
વ્રજવાણીથી દ્વારકા 450 કિલોમીટરનું અંતર કાપી "કિસાન અધિકાર યાત્રા" આજે "કિસાન અધિકાર સભા" કર્યા બાદ પ્રસ્થાન કરી દ્વારકામાં સનાતન આશ્રમ થઈ, રબારી ગેટ, ભદ્રકાળી ચોક, જોધાભા માણેક ચોક થઈ પૂર્વ દરવાજા એ પહોંચી જગત મંદીરે ધ્વજાજી સાથે ખેડૂતોની વેદના પીડા અર્પણ કરવામાં આવશે.
મોરબી
મોરબીના જેતપર માં ખેડૂત આંદોલન પાર્ટ 3 શરૂ , કાલે ખેડૂતો મોરબી માં મોટી માત્રામાં ખેડૂતો એકત્ર થઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદન આપવામાં આવશે.. આવેદન પત્ર આપી ખેડૂતો માટે જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તેનો વિરોધ કરવામાં આવશે. તેની માંગણીઓ ને લઈ કલેક્ટરને રજૂઆત કરશે.
બોટાદ
ગઢડામાં રાજ્યની ત્રીજા નંબરની નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ, અષાઢી બીજ ના દિવસે 33 મી જગન્નાથજીની રથયાત્રા યોજાશે.
આ પણ વાંચો : Rashifal 14 july 2026 : આ 3 રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખુલશે, જાણો તમારુ રાશિફળ