Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today : આજે 8 ઓગસ્ટ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today : ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મહત્વના અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરથી લઈને તાપી અને દાહોદ સુધી પ્રશાસનિક તંત્રની કામગીરી અને સ્થાનિક સમસ્યાઓ ચર્ચાના કેન્દ્રમાં છે.
gujarat news today   આજે 8 ઓગસ્ટ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today : ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મહત્વના અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરથી લઈને તાપી અને દાહોદ સુધી પ્રશાસનિક તંત્રની કામગીરી અને સ્થાનિક સમસ્યાઓ ચર્ચાના કેન્દ્રમાં છે, ત્યારે એક તરફ જ્યાં વરસાદી માહોલ અને રસ્તાઓની બિસ્માર હાલત લોકો માટે મુશ્કેલી બની છે, તો બીજી તરફ વિવિધ ઉત્સવો અને પરીક્ષાઓને લઈને પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર

Advertisement

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વરસાદ બાદ પાણી ભરાવવાની ઘટના બનતા રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. ગાંધીનગરમાં વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે ગાંધીનગર મનપા દ્વારા અલગ અલગ જગ્યાએ સર્વે કરીને મચ્છરોના પોરાનો નાશ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

અમદાવાદ

અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનું મુખ્ય ભૌગોલિક કારણ શહેરનું સપાટ ભૂપૃષ્ઠ સાબરમતી નદીની સમાંતર ઢાળની મર્યાદા અને કુદરતી જળનિકાલ કે તળાવોનું પૂરું સંકલન ન હોવું છે.

આજે ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક બનવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે યોગ્ય જાત પરીક્ષા લેવામાં આવશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને અંદાજે 20,000 જેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. સવારે 10:30 કલાકે પ્રથમ પેપર યોજાશે જે એક કલાક સુધી ચાલશે અને બાદમાં પેપર નંબર બે યોજાશે છે. બપોરે ત્રણ કલાકથી છ કલાક સુધી યોજાશે.

વડોદરા

વડોદરા શિક્ષણ સમિતિની રાજારામ મોહનરાય સ્કૂલના 400 બાળકો હવે દુકાન માં બેસી ને અભ્યાસ કરશે. વાસણા ખાતે આવેલી રાજારામ મોહનરાય સ્કૂલનું બિલ્ડિંગ જર્જરીત થતા તેને ડિમોલિશ કરવાનું છે. જેના કારણે શાળાના વિધાર્થીઓને કોર્પોરેશનની દુકાનોએ ભણાવવાનો નિર્ણય કર્યો છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરી મંજૂર કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં તાજેતરમાં પડેલ અંદાજે 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ બાદ મહાનગરપાલિકાની હદમાં આવેલ અનેક ખાનગી પ્લોટમાં વરસાદી પાણી ભરાતા આસપાસ સ્થાનિક રહીશોને મુશ્કેલી પડી રહી છે. તેમજ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે. ત્યારે મનપા તંત્ર દ્વારા આવા ખાનગી પ્લોટના માલિકોને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમ છતાંય વરસાદી પાણીનો નિકાલ નહીં કરે તો વધુ કડક કાર્યવાહી કરવામાં પણ આવશે.

દાહોદ

વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી નિમિત્તે આદિવાસી સાંસ્કૃતિક રેલી માં આદિવાસી સમાજ ના લોકો પરંપરાગત પોશાક સાથે નીકળતા હોય હોય છે ત્યારે આદિવાસી સંસ્કૃતિ ની પરંપરાગત ઝુલડી ની માંગ વધતી હોય છે. ત્યારે તેને બનાવનાર કારીગર ઝુલડી તૈયાર કરવામાં વ્યસ્ત છે.

તાપી

વરસાદનું જોર ઘટ્યા બાદ હવે નુકશાનીના દૃશ્યો સામે આવી રહ્યા છે.  તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 53 હાલ બિસ્માર બન્યો છે, ઠેર ઠેર ખાડા પડીજવાને લઈને વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે, કેટલીકવાર વાહનોમાં નુકશાની થવાથી વાહન ચાલીએ અગવડતા નો સામનો કરવો પડી રહ્યો છે, ગુજરાતના વધુ ટોલ ટેક્સ વસૂલતા ટોલ નાકા પૈકીનો એક આ હાઈવે રોડ દર વર્ષે ખરાબ થતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાદડવેલ ગામે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની હાજરીમાં યોજાશે. જેમાં રાજ્ય કક્ષાના મંત્રી ડો જયરામ ગામીત સહિત ભાજપના અગ્રણીઓ તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહેશે.

આ પણ વાંચો : Rashifal 8 August 2026 : આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ચમકશે આ રાશિઓનું ભાગ્ય! જાણો તમારુ રાશિફળ

Tags :
Advertisement

.

×