Gujarat News Today : આજે 26 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today : ગુજરાતના રાજકારણ અને સ્થાનિક શાસનમાં આજે અનેક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાઓ જોવા મળશે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ નવ નિયુક્ત ધારાસભ્ય હર્ષદ પરમાર ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ શપથ લેશે, જ્યાં મુખ્યમંત્રી સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહેશે. બીજી તરફ જામનગર મહાનગરપાલિકાને આજે છઠ્ઠા મહિલા મેયર મળશે અને સાથે ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ ચેરમેનના નામોની પણ જાહેરાત થશે.
નવસારી મહાનગરપાલિકામાં પણ પ્રથમ મેયરની વરણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પાલીતાણામાં કોર્ટ રોડની બિસ્માર હાલતને લઈ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે.
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ નવ નિયુક્ત ધારાસભ્ય હર્ષદ પરમારની આજે ધારાસભ્ય તરીકે શપથવિધિ થશે.ગાંધીનગર વિધાનસભા અધ્યક્ષની ઓફીસમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવતી કાલે હર્ષદ પરમારને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવશે.આ સમયે મુખ્યમંત્રી, મંત્રીઓ અને ભાજપના સિનિયર નેતાઓ હાજર રહેશે.
જામનગર
આજે જામનગરને મળશે છઠ્ઠા મહિલા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારોની પણ જાહેરાત થશે, ભારે આતુરતા અને સસ્પેન્સ બાદ આજે નામ જાહેર થશે.
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં હાલ નગરપાલિકામાં નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ છેલ્લા બે વર્ષ પાલીતાણા શહેરમાં આવેલ કોર્ટ રોડ ની હાલત બિસ્માર થતા લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે વર્ષ રોડ ની હાલત કફોડી થતા લોકો પરેશાન થયા છે તાકીદે રોડ ને નવો બનાવવમાં આવે તરવી લોક માંગ ઉઠી છે.
નવસારી
નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ આજે પ્રથમ મેયર મળશે. મહાનગર પાલિકાના ટાઉન હોલમાં નવા મેયરની વરણી થશે. શહેરના નવા મેયર અને ડેપ્યુટી મેયર કોણ બનશે તેને લઈને હજી પણ સસ્પેન્સ રહ્યું છે. ત્યારે આજે સવારે ઉમેવદારી નોંધાવતી વેળાએ કોને મેન્ડેટ મળે છે એ જોવું રહ્યું... જોકે શહેરના પ્રથમ મેયર પદે અશોક ધોરાજીયાની તાજપોશી થાય એની પ્રબળ શક્યતા છે.
આ પણ વાંચો : Amreli Breaking News : બેબીસીયા વાયરસથી 5 સિંહના મોત, જસાધાર રેન્જ અને ગીર ગઢડા બોર્ડર પર તંત્ર એલર્ટ


