Gujarat News Today: આજે 06 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today: ગુજરાત (Gujarat) રાજ્યમાં હાલમાં વહીવટી સુધારણા, સ્થાનિક જળ વ્યવસ્થાપન અને હવામાન સંબંધિત મહત્વની ગતિવિધિઓ જોવા મળી રહી છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પરિણામ બાદ હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર થવાનું છે.
Gujarat News Today: ધોરણ 10નું પરિણામ થશે જાહેર
બુધવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. સવારથી જ બોર્ડની વેબસાઈટ પર આ પરિણામ છે જાહેર કરવામાં આવશે. ચાલુ વર્ષે ધોરણ 10 માં રાજ્યભરમાંથી કુલ 9 લાખ 7 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતાં. જેમની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે ચાલુ વર્ષે 26 ફેબ્રુઆરી થી બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ હતી. જે 18 માર્ચ સુધી ચાલી હતી.
આજથી ત્રણ દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળશે બેઠક
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો બાદ હવે હોદ્દેદારોની નિયુક્તિઓ માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક આજથી શરૂ થશે. મુખ્યમંત્રી નિવાતસ્થાન ખાતે આજથી ત્રણ દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. મહાનગરપાલિકામાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ ના નામો નક્કી થશે. મહત્વનું છે કે આ પહેલા ભાજપના નિરીક્ષકો જે તે વિસ્તારમાં જઈને હોદ્દારોની નિયુક્તિઓ માટે સેન્સ લઈ ચૂક્યા છે. ત્યારબાદ પાછલા બે દિવસમાં ઝોન વાઇસ સંકલન બેઠકો પણ થઈ અને હવે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં ઉમેદવારોના નામો પર આખરી પસંદગી કરવામાં આવશે.
ગકામધેનુ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ગાંધીનગર ખાતે યોજાશે. રાજયપાલ આચાર્ય દેવવ્રત, કૃષિ મંત્રી જીતુ વાધાણી અને રાજયમંત્રી રમેશ કટારા પદવીદાન સમારોહ મા હાજર રહેશે.
ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને કાશ્મીર તરફ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા અને 40 થી 45 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અંતર્ગત અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ, આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જેમાં આજે રાજકોટમાં સૌથી વધુ 42 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 39.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો વચ્ચે વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.
આ પણ વાંચો : Rashifal 6 May 2026 : આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ, જાણો કેવો રહેશે તમારો દિવસ


