Gujarat News : આજે 25 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 25 ફેબ્રુઆરી 2026 ના દિવસે ગુજરાત (Gujarat) ના સમાચાર - :
Gujarat News : આજે જૂનાગઢમાં ખંડણી અને પોલીસ ફરજમાં રૂકાવટના કેસોમાં કીર્તિ પટેલ (Kirti Patel) અને દિવ્યા સાવલાણી (Divya Savlani) પર નજર રહેશે. વિધાનસભામાં બપોરે ૧૨ વાગ્યાથી પ્રશ્નોત્તરી અને બજેટ પર ચર્ચા થશે. પોરબંદરમાં (Porbandar) 40 કરોડની બાકી વસૂલાત માટે પીજીવીસીએલની (PGVCL) 410 ટીમો મેદાને ઉતરશે, જ્યારે આવતીકાલે શરૂ થતી બોર્ડ પરીક્ષાઓ (Board Exams) માટે આજે નિરીક્ષણ હાથ ધરાશે.
જૂનાગઢ: કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી કેસ
ખંડણી કેસ: 20 લાખની ખંડણીના કેસમાં દિવ્યા સાવલાણીને (Divya Savlani) ગઈકાલે એક દિવસના રિમાન્ડ બાદ આજે ફરી જૂનાગઢ કોર્ટમાં (Junagadh Court) રજૂ કરવામાં આવશે. તેને જેલ થશે કે જામીન તે જોવાનું રહેશે.
ફરજમાં રૂકાવટ:શિવરાત્રીના (Shivratri) મેળા દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂક કરવા બદલ કીર્તિ પટેલ (Kirti Patel) આજે તાલુકા પોલીસ સ્ટેશનમાં (Taluka Police Station) હાજર થશે.
ગુજરાત વિધાનસભાની કાર્યવાહી
બેઠક: આજે બપોરે 12:00 વાગ્યે વિધાનસભાની (Gujarat Vidhansabha) બેઠક શરૂ થશે.
વિષયો: નાયબ મુખ્યમંત્રી હસ્તકના ગૃહ (Home Department), વાહનવ્યવહાર (Transport), ઉદ્યોગ અને પ્રવાસન વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ અંદાજપત્ર (Budget) પર સામાન્ય ચર્ચા હાથ ધરાશે.
શિક્ષણ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ
નિરીક્ષણ:26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ10 -12 ની બોર્ડ પરીક્ષા (Board Exams) પૂર્વે આજે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સ્ટ્રોંગરૂમની (Strong Room) મુલાકાત લેશે.
વિદ્યાર્થીઓ:આજે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર (Exam Center) પર પોતાની બેઠક વ્યવસ્થા જોવા જઈ શકશે.
પોરબંદરમાં પીજીવીસીએલની મેગા ડ્રાઈવ
વસૂલાત: પોરબંદર (Porbandar) સર્કલમાં 40 કરોડ રૂપિયાનું બિલ બાકી હોવાથી આજે 410 ટીમો (410 Teams) વીજ કનેક્શન કાપવાની કામગીરી કરશે.
ભારતીય મજૂર સંઘનું આંદોલન
ધરણા: શ્રમિકોના હકો અને સુરક્ષા માટે આજે 25 ફેબ્રુઆરીએ ભારતીય મજૂર સંઘ (Bhartiya Mazdoor Sangh) દ્વારા રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શન અને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે.
ગીર સોમનાથ: વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા
આયોજન: આજે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં ૩૫મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યોજાશે.
આ પણ વાંચો : Rashifal 25 February 2026: બુધવાર અને રોહિણી નક્ષત્રનો અદ્ભુત સંયોગ: આ 5 રાશિઓ પર થશે ધનવર્ષા!


