Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News: આજે 03 માર્ચ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News: આજે પૂનમ અને ચંદ્રગ્રહણ (lunar eclipse) ના વિશેષ સંયોગ વચ્ચે સમગ્ર ગુજરાત (Gujarat) માં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે. રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં હોળી અને ફૂલડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાઇલ-ઈરાન યુદ્ધ (Israel-Iran War) ની અસરો ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળી રહી છે, જેની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર અને સંગઠન દ્વારા સહાયની કામગીરી હાથ ધરવામાં આવી છે.
gujarat news  આજે 03 માર્ચ  2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 03 માર્ચ 2026 ના દિવસે ગુજરાત (Gujarat) ના સમાચાર - :

Gujarat News:આજે ફાગણ સુદ પૂનમના પવિત્ર અવસરે ગુજરાતભર (Gujarat) માં હોળી (Holi) અને રંગોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. સાળંગપુર (Salangpur), શામળાજી (Shamlaji), અંબાજી (Ambaji) અને કચ્છ (Kutch) સહિતના યાત્રાધામોમાં વિશેષ આયોજન કરાયા છે. બીજી તરફ, આજે ચંદ્રગ્રહણ (Lunar Eclipse) હોવાથી મંદિરોના સમયમાં ફેરફાર કરાયો છે. આ સાથે ખાડી દેશો (Gulf Countries) માં યુદ્ધની સ્થિતિને પગલે ભાજપ દ્વારા હેલ્પલાઇન (Helpline) શરૂ કરવામાં આવી છે.

Advertisement

ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા હેલ્પલાઇન શરૂ

ખાડી દેશો (Gulf Countries) માં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ગુજરાતીઓની માહિતી એકત્રિત કરી કેન્દ્ર સરકાર (Central Government) સુધી પહોંચાડવામાં આવશે.

Advertisement

સંપર્ક નંબર: 07923276943, 07923276944
મોબાઈલ નંબર: 8141138000, 8141735000
અસર: ઇઝરાઇલ-ઈરાન યુદ્ધને કારણે સુરત (Surat) ના ટૂર એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય પર મોટી અસર પડી છે.

યાત્રાધામોમાં રંગોત્સવ અને પરંપરાગત ઉજવણી

સાળંગપુર (Salangpur): કષ્ટભંજન દેવ મંદિર ખાતે આજે ઐતિહાસિક રંગઉત્સવ ઉજવાશે. સવારે 7:30 કલાકથી હરિભક્તો સાથે ધામધૂમથી ધુળેટી પર્વની ઉજવણી શરૂ થશે.

શામળાજી (Shamlaji): ફાગણ સુદ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી કેસૂડાંના રંગે રમાડવામાં આવશે. ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
અંબાજી (Ambaji): આજે પૂનમ નિમિત્તે વહેલી સવારે 6:00 વાગ્યે મંગળા આરતી થઈ હતી. ચંદ્રગ્રહણના પગલે સવારે 8:00 થી રાત્રે 9:30 સુધી મંદિર બંધ રહેશે. રાત્રે 9:30 કલાકે ફરી આરતી થશે.
કચ્છ (Kutch): અંજાર (Anjar) સચિદાનંદ મંદિર ખાતે મહંત ત્રિકમદાસજી મહારાજની અધ્યક્ષતામાં ફૂલોત્સવ અને રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્થાનિક પરંપરાઓ અને ગ્રામીણ ઉત્સવ

જૂનાગઢ (Junagadh): ધંધુસર (Dhandhusar) ગામે આજે ધુળેટીના આગલા દિવસે 'રા..' નો વરઘોડો કાઢવાની અનોખી પરંપરા છે. માનતા પૂરી કરનાર કે નવજાત શિશુના પિતા ગધેડી પર બેસી ગામમાં ફરે છે.

ગીર સોમનાથ (Gir Somnath): કોડીનાર (Kodinar) ના દેદાની દેવળી ગામે હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા આજે પણ જળવાયેલી છે. હોળીની જાળ પરથી આગામી ચોમાસાનો વરતારો કાઢવામાં આવશે.

ગાંધીનગર અને અન્ય વિગતો

ક્રિકેટ ક્રેઝ (Cricket): ટી-20 વર્લ્ડકપ (T20 World Cup) માં ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી થતા અમેરિકા (USA) સ્થાયી થયેલા ગાંધીનગર (Gandhinagar) ના અશ્વિન પટેલ ખાસ મેચ જોવા ભારત આવ્યા છે.

તાપી (Tapi):રાજ્યના સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ (Ishwarsinh Patel) આજે ઉકાઈ ડેમ (Ukai Dam) અને તાપી-કરજણ લિફ્ટ ઇરિગેશન સ્કીમના પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે.

આ પણ વાંચો :  Rashifal, Chandra Grahan 3 March 2026: પૂર્ણિમાએ લાગતા ચંદ્રગ્રહણની સૌથી ઘાતક અસર આ રાશિઓ પર થશે

Tags :
Advertisement

.

×