Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police : "DGP'S Commendation Disc 2024" અલંકરણ સમારોહની ઉજવણી

ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણને બિરદાવવા માટે "DGP'S Commendation Disc - 2024" અલંકરણ સમારોહની ભવ્ય ઉજવણી ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. આ સમારોહની અધ્યક્ષતા રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯થી શરૂ થયેલા આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આ છઠ્ઠું વર્ષ હતું, જેમાં ગુજરાત પોલીસ પરિવારના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી.
gujarat police    dgp s commendation disc 2024  અલંકરણ સમારોહની ઉજવણી
Advertisement

Gujarat Police : ગાંધીનગર. ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણને બિરદાવવા માટે "DGP'S Commendation Disc - 2024" અલંકરણ સમારોહની ભવ્ય ઉજવણી ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. આ સમારોહની અધ્યક્ષતા રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૯થી શરૂ થયેલા આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આ છઠ્ઠું વર્ષ હતું, જેમાં ગુજરાત પોલીસ પરિવારના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી.

Advertisement

Gujarat Police : ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૧૧૦ પોલીસકર્મીઓ સન્માનિત

આ પ્રસંગે રાજ્યભરના ૧૧૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશિષ્ટ સિદ્ધિ બદલ "DGP'S Commendation Disc" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

શ્રી વિકાસ સહાયે સન્માનિત થનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની આ ઉપલબ્ધિમાં સૌથી વધુ સહયોગી રહેલા પરિવારજનોને પણ ખાસ શુભેચ્છાઓ આપી હતી, અને જણાવ્યું હતું કે પોલીસની કામગીરીમાં પરિવારનો સહકાર ખૂબ મહત્વનો છે, તેથી જ ગુજરાત પોલીસને 'ગુજરાત પોલીસ પરિવાર' તરીકે સંબોધવામાં આવે છે.

Gujarat Police : પોલીસ વડાનો મુખ્ય સંદેશ: એકતા અને ભયમુક્ત કામગીરી

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના મનોબળને પ્રોત્સાહિત કરતા શ્રી વિકાસ સહાયે પોતાનો મુખ્ય સંદેશ આપ્યો હતો:

  • એકતા પ્રબળ શક્તિ: તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આપણા સૌની સૌથી પ્રબળ શક્તિ આપણી એકતા છે." યુનિફોર્મ સર્વિસમાં એક ચંદ્રકનું ગૌરવ પોલીસ કર્મચારી સારી રીતે સમજી શકે છે.

  • ભયમુક્ત કાર્ય: શ્રી સહાયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો." તેમણે નીડર લીડર તરીકે પોલીસ બળના કર્મચારીઓનું મનોબળ તોડવાના પ્રયાસોને સ્વીકાર ન કરવા જણાવ્યું હતું.

  • માન-સન્માનની જાળવણી: નેતૃત્વ માટે તેમણે કહ્યું કે, "દરેક સંવર્ગના અધિકારી-કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો તાબા હેઠળના દરેક કર્મચારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે."

સન્માન નીતિ અને અન્ય કર્મીઓ માટે પ્રોત્સાહન

શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે આ ૧૧૦ કર્મયોગીઓનું ચયન છેલ્લા કેટલાક સમયની ઉત્કૃષ્ટ કામગીરીની સમીક્ષા બાદ કરવામાં આવ્યું છે.

જોકે, તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ગુજરાત પોલીસ કાયદો-વ્યવસ્થા, ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા અને સિટીઝન સેન્ટ્રીક કામગીરી સહિત અનેક ફરજો એકસાથે નિભાવે છે, પરંતુ એવોર્ડ માટેની નીતિમાં ૧૧૦ની મર્યાદા હોવાથી ઘણા બધા ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓને આ વર્ષે સન્માનિત કરી શકાયા નથી. તેમણે આ પોલીસકર્મીઓને નાસીપાસ ન થઈને પોતાની શ્રેષ્ઠ કામગીરી ચાલુ રાખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિ

કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ મહાનિદેશક (તાલીમ) શ્રી નીરજા ગોટરુ દ્વારા શાબ્દિક સ્વાગત સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવોર્ડ વિતરણ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે સીઆઈડી ક્રાઈમ ડીજીપી શ્રી કે.એલ.એન.રાવ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલીક, ગુજરાત પોલીસ અકાદમી, કરાઈના ઇન્ચાર્જ આચાર્ય શ્રી પી. એલ. માલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×