ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ આપ્યું રાજીનામું

ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાતા 1998 બેચના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. ઓક્ટોબરમાં પોતાના વય નિવૃત્તિ પહેલા જ અભયસિંહ ચુડાસમાએ આ નિર્ણય લીધો છે.
11:30 AM Feb 04, 2025 IST | Hardik Shah
ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાતા 1998 બેચના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. ઓક્ટોબરમાં પોતાના વય નિવૃત્તિ પહેલા જ અભયસિંહ ચુડાસમાએ આ નિર્ણય લીધો છે.
IPS Abhay Chudasama resign

IPS Abhay Chudasama : ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાતા 1998 બેચના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. ઓક્ટોબરમાં પોતાના વય નિવૃત્તિ પહેલા જ અભયસિંહ ચુડાસમાએ આ નિર્ણય લીધો છે. હાલ તેઓ કરાઈ પોલીસ શાળામાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતા, અને તે પહેલાં તેમણે ગાંધીનગર રેન્જમાં IG તરીકે સેવા આપી હતી.

અભયસિંહ ચુડાસમાનો અનોખું નેટવર્ક

IPS અધિકારી અભયસિંહ ચુડાસમા ગુજરાત પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે પોતાની અનોખી ઓળખ બનાવી હતી. જ્યારે મોટા ભાગના અધિકારીઓ CCTV અને અન્ય ટેકનોલોજી પર આધાર રાખીને કામગીરી કરી રહ્યા છે, ત્યારે અભયસિંહ ચુડાસમાનો પોતાની જાતની આગવી રીતે વિકસાવેલું નેટવર્ક હતું. આ નેટવર્કના સહારે તેમણે ગુનેગારોને ધરતીના પેટાળમાંથી શોધી કાઢતા. જાણીને નવાઈ લાગશે પણ તેમને મળતી લગભગ તમામ માહિતી સાચી અને સચોટતા સાબિત થતી હતી.

અક્ષરધામમાં જોવા મળી તેમની બહાદુરી

જણાવી દઇએ કે, જ્યારે ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર પર હુમલો થયો હતો, તેને આતંકીઓ દ્વારા બાનમાં લેવામાં આવ્યું હતું. ત્યારે આ ઘટના સમયે તેમની બહાદુરી જોવા મળી હતી. આ આતંકી હુમલાને હેન્ડલ કરવા માટે અભયસિંહને જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમણે પોતાના સાથી કોન્સ્ટેબલો સાથે મળીને ઓપરેશન સફળતાપૂર્વક ચલાવ્યું અને અક્ષરધામ મંદિરને બચાવ્યું હતું. જેને લોકો આજે પણ યાદ કરે છે અને ગુજરાત પોલીસના વખાણ પણ કરે છે.

આ પણ વાંચો :  કોણ છે IPS અલંકૃતા સિંહ? જેની વિદેશ યાત્રા પર પેદા થયો વિવાદ, આપવું પડ્યું રાજીનામું

Tags :
Abhay Chudasama careerAbhay Chudasama IG GandhinagarAbhay Chudasama leadershipAbhay Chudasama network successAbhay Chudasama retirementAkshardham Temple attackCounter-terrorism operationsEncounter Specialist networkGuajrat FirstGuajrat First NewsGujarat Encounter SpecialistGujarat IPSGujarat PoliceGujarat police achievementsGujarat Police braveryHardik ShahIPSIPS Abhay ChudasamaIPS Abhay Chudasama resignIPS resignationKarai Police Academy Principal
Next Article