ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Police Job : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, 'Final Answer Key' જાહેર

આ લેખિત પરીક્ષાનાં પેપર-1 ની Provisional Answer Key 18 એપ્રિલ, 2025 નાં રોજ જાહેર કરવામાં આવી હતી.
09:23 PM Apr 30, 2025 IST | Vipul Sen
આ લેખિત પરીક્ષાનાં પેપર-1 ની Provisional Answer Key 18 એપ્રિલ, 2025 નાં રોજ જાહેર કરવામાં આવી હતી.
GPRB_Gujarat_first main
  1. ગુજરાત પોલીસ ભરતીનાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર (Gujarat Police Job)
  2. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી 'ફાઇનલ આન્સર કી' જાહેર
  3. બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર માહિતી અપલોડ કરવામાં આવી
  4. બિન હથિયારી પો. સબ ઇન્સ. ની કુલ 472 જગ્યા માટે યોજાઈ હતી પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતીનાં (Gujarat Police Job) ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) તરફથી 'ફાઇનલ આન્સર કી' જાહેર કરવામાં આવી છે. પેપર 1 ની પ્રોવિઝનલ આન્સર કી બાબતે મળેલા તમામ વાંધાઓ/રજૂઆતોની ચકાસણી કર્યા બાદ ફાઇનલ આન્સર કી અને ઉમેદવારોએ મેળવેલ ગુણ ભરતી બોર્ડની વેબસાઇડ https://gprb.gujarat.gov.in અને https://lrdgujarat2021.in/ પર અપલોડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Pensioners: પેન્શનર્સની હયાતીની ખરાઇ માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ

બિન હથિયારી પો. સબ ઇન્સ. ની કુલ 472 જગ્યા માટે યોજાઈ હતી પરીક્ષા

જણાવી દઈએ કે, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની કુલ 472 જગ્યાઓ માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 માં યોજાયેલ શારિરીક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોની અમદાવાદ (Ahmedabad), વડોદરા અને સુરતનાં (Surat) કુલ 340 પરીક્ષા કેન્દ્રો ખાતે 13 એપ્રિલ, 2025 નાં રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા 86 હજારથી વધુ ઉમેદવારોએ આપી હતી. આ લેખિત પરીક્ષાનાં પેપર-1 ની Provisional Answer Key 18 એપ્રિલ, 2025 નાં રોજ જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Chandola Lake Demolition : કામગીરીનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ, આપ્યું મોટું નિવેદન

ઉમેદવારોને ગુણ ચકાસણી માટે 1 થી 15 મે સુધીનો સમય

સાથે જ ઉમેદવારો પાસેથી વાંધા/રજૂઆતો ઓનલાઇન મંગાવવામાં આવ્યા હતા. ત્યારે આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા Final Answer Key જાહેર કરવામાં આવી છે. માહિતી અનુસાર, Provisional Answer Key માં એક અને Final Answer Key માં બે મળી કુલ -3 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે. પરીક્ષા (Gujarat Police Job) આપનાર તમામ ઉમેદવારોને રદ કરેલા પ્રશ્ન દીઠ 1 ગુણ આપવામાં આવ્યો છે. લેખિત પરીક્ષાના (Gujarat Police Exam) પેપર 1 માં હાજર ઉમેદવારોને ગુણ ચકાસણી (રિચેકિંગ) માટે 01 મે, 2025 થી 15 મે, 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Ahmedabad : ચંડોળામાં 'મિની બાંગ્લાદેશ' ઊભું કરનારા લલ્લા બિહારીના દીકરાના રિમાન્ડ મંજૂર

Tags :
AhmedabadFinal Answer KeyGUJARAT FIRST NEWSGujarat Police ExamGujarat Police JobGujarat Police recruitmentGujarat Police Recruitment BoardProvisional Answer KeyTop Gujarati News
Next Article