Gujarat Police : PSI ની ભરતી અંગે પોલીસ ભરતી બોર્ડનો મોટો ખુલાસો! ઉમેદવારોને કર્યું સૂચન
- PSI ની ભરતીને લઈને પોલીસ ભરતી બોર્ડનો મોટો ખુલાસો (Gujarat Police)
- સોશિયલ મીડિયામાં ફરતું થયેલું લિસ્ટ ખોટું હોવાનો દાવો
- પરીક્ષકની યાદીનું લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું
- ઉમેદવારોને ગેરમાર્ગે દોરાય નહીં અને સાવચેતી રાખવા સૂચન
Gujarat Police : પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI ની ભરતીને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. હાલ, સોશિયલ મીડિયા પર પરીક્ષકના નામનું એક લિસ્ટ ફરતું થયું છે. આ લિસ્ટ ખોટું હોવાનો દાવો પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા કરવામાં આવ્યો છે. ઉમેદવારોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે અને આ ખોટું લિસ્ટ ફરતું કરનારા સામે કાયેદસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે.
આ પણ વાંચો - Gujarat Police Job : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, 'Final Answer Key' જાહેર
સોશિયલ મીડિયામાં ફરતું થયેલું લિસ્ટ ખોટું હોવાનો બોર્ડનો દાવો
પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડે જણાવ્યું કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફરતું થયેલું પરીક્ષકોનું લિસ્ટ ખોટું છે. ઉમેદવારો ગેરમાર્ગ ન દોરાય તેવી અપીલ કરાઈ છે. જણાવી દઈએ કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની (Police Sub Inspector) ભરતી પરીક્ષાનાં પ્રશ્નપત્રની ચકાસણી કરનારા પરીક્ષકોનું લિસ્ટ વાઇરલ થયું છે, જેનાં કારણે ચકચાર મચી જવા પામી છે. જો કે, હવે આ લિસ્ટ ખોટું હોવાની સ્પષ્ટતા પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો - Chandola Lake Demolition : કુખ્યાત લલ્લા બિહારીનાં રિમાન્ડ મંજૂર, જાણો ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં શું કરી રજૂઆત?
બિન હથિયારી પો. સબ ઇન્સ. ની કુલ 472 જગ્યા માટે યોજાઈ હતી પરીક્ષા
પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને સાવચેત રહેવા અને ગેરમાર્ગે ન દોરાય તે માટે સૂચન કર્યું છે. સાથે જ આ ખોટું લિસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ કરનારાઓની શોધ કરી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જણાવી દઈએ કે, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની કુલ 472 જગ્યાઓ માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 માં યોજાયેલ શારિરીક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોની અમદાવાદ (Ahmedabad), વડોદરા અને સુરતનાં (Surat) કુલ 340 પરીક્ષા કેન્દ્રો ખાતે 13 એપ્રિલ, 2025 નાં રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા 86 હજારથી વધુ ઉમેદવારોએ આપી હતી. આ લેખિત પરીક્ષાનાં પેપર-1 ની Provisional Answer Key 18 એપ્રિલ, 2025 નાં રોજ જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં Final Answer Key પણ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો - Sabarkantha : ખેડબ્રહ્માનાં હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માતમાં 3 નાં મોત, 6 ઘવાયા