ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Police : શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત

વિધાર્થીઓ-પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય તે પોલીસનો ઉદ્દેશ્ય
05:24 PM May 30, 2025 IST | Kanu Jani
વિધાર્થીઓ-પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય તે પોલીસનો ઉદ્દેશ્ય

Gujarat Police : દેશના વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ડીજીપી-આઈજીપી કોન્ફરન્સ-(DGP-IGP Conference)2024 દરમિયાન વડાપ્રધાનમંત્રીશ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને પગલે, રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. હવેથી રાજ્યની તમામ શાળાઓ (સરકારી, અર્ધસરકારી, ખાનગી) દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.

જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય, તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી માટે શાળાના આચાર્યશ્રીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.

રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે આ બાબતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી(પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ને નિર્દેશ કર્યો છે કે, આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માટે રાજ્યની તમામ શાળાઓના આચાર્યશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત થઈ શકે, સાથે સાથે અન્ય મહત્વનો ઉદ્દેશ્ય છે કે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય.

આ પણ વાંચો: Catch the Rain Abhiyan : ખેતરનું પાણી ખેતરમાં તથા સીમનું પાણી સીમમાં રહે તે માટે બનાસ ડેરીએ બીડું ઝડપ્યું

Tags :
DGPGujarat Police
Next Article