Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police Recruitment 2025: સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર! ગુજરાત પોલીસમાં નવી ભરતીની જાહેરાત

Gujarat Police Recruitment 2025: સરકારી નોકરીની તૈયારી કરતા હજારો યુવાનો માટે ગુજરાત સરકારે મોટી ભેટ આપી છે. ગુજરાત પોલીસ વિભાગમાં એકસાથે 13, 591 પદોની ભરતી પ્રક્રિયા સત્તાવાર જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તેમજ લોકરક્ષક કેડરની જગ્યાઓનો સમાવેશ થાય છે.
gujarat police recruitment 2025  સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર  ગુજરાત પોલીસમાં નવી ભરતીની જાહેરાત
Advertisement
  • સરકારી નોકરી વાંચ્છુકો માટે મોટા સમાચાર
  • ગુજરાત પોલીસમાં 13,591 પદની ભરતી જાહેર
  • 3થી 23 ડિસેમ્બર સુધી ભરાશે ઓનલાઈન ફોર્મ
  • PSI કેડરની 858, લોકરક્ષક કેડરની 12,733 પદ
  • OJAS વેબસાઈટ પર કરી શકાશે અરજી

Gujarat Police Recruitment 2025: ગુજરાતમાં પોલીસની (Gujarat Police) તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ની મોટી ભરતીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જે મુજબ ગુજરાત પોલીસમાં કુલ 13,591 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેથી પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.

ગુજરાત પોલીસમાં (Gujarat Police) મેગા ભરતી જાહેર

રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં બંને મોટા કેડર – PSI અને લોકરક્ષક (LRD) માટે કુલ 13,591 પદો પર મેગા ભરતીની ઘોષણા કરી છે. આ ભરતીની ઓનલાઈન અરજી પ્રક્રિયા 3 ડિસેમ્બર 2025થી શરૂ થશે.

Advertisement

Gujarat Police Recruitment 2025- gujarat first

Advertisement

કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો

  • પીએસઆઈ કેડર (PSI Cadre) - કુલ 858 જગ્યાઓ
  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
  • હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
  • જેલર ગ્રુપ 2- 70

લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) - કુલ 12,733 જગ્યાઓ

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
  • જેલ સિપાહી (પુરુષ): 300
  • જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31

અરજી ક્યારે અને કેવી રીતે કરવી?

અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ  https://ojas.gujarat.gov.in ની મુલાકાત લેવી.
અરજી શરૂ : 3 ડિસેમ્બર 2025 (બપોરે 2:00 વાગ્યાથી)
અરજીની છેલ્લી તારીખ : 23 ડિસેમ્બર 2025 (રાત્રે 11:59 સુધી)

આ પણ વાંચો: UPSC EPFO Exam 2025: ગુજરાત સહિત દેશભરમાં UPSC દ્વારા EPFO અને APFCની પરીક્ષા, 4.42 ઉમેદવારોએ કરાવી છે નોંધણી

Tags :
Advertisement

.

×