Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police : ગુનેગારને જ નહીં તેને મદદ કરનાર શખ્સોને પણ છોડાશે નહીં

સમગ્ર રાજ્યના કાર્યક્ષેત્રને આવરી લેવા સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશનન કાર્યરત
gujarat police   ગુનેગારને જ નહીં  તેને મદદ કરનાર શખ્સોને પણ છોડાશે નહીં
Advertisement

ગુજરાત પોલીસ (Gujarat Police) કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં: મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma)

સ્ટેટ મોનીટરીંગ સેલે વર્ષ ૨૦૨૩થી અત્યાર સુધીમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ કુલ ૯૭૮ ગુનાઓ, જુગાર ધારા હેઠળ કુલ ૨૩૦ ગુનાઓ તેમજ ખનિજ ચોરી, કેમિકલ ચોરી જેવા ૫૦ ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી કરી છે
....

Advertisement

Gujarat Police - બોટાદ જિલ્લામાં દારૂ વેચનાર ઉપર દરોડા પાડવા બાબતે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ગૃહ રાજ્ય મંત્રીશ્રી વતી મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma)એ જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં. તા.31.01.2025 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્રણ દરોડા પાડી રૂ 58.66 લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો. જે અનુસંધાને જવાબદાર અધિકારીઓ સામે નિયમોનુસાર ખાતાકીય પગલા લેવામાં આવ્યા છે.

Advertisement

સ્ટેટ મોનિટરીંગ સેલે કરેલી કામગીરી

Gujarat Police સ્ટેટ મોનિટરીંગ સેલે કરેલી કામગીરી અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સ્ટેટ મોનીટરીંગ સેલ એ રાજ્યના પોલીસ વડાશ્રીના નિયંત્રણ હેઠળનો અને સીધા જ સુપરવિઝન હેઠળ કામ કરતો રાજ્ય સરકારનો સ્વાયત સેલ છે. SMC દ્વારા વર્ષ 2023થી અત્યાર સુધીમાં પ્રોહીબીશન ધારા હેઠળ કુલ ૯૭૮ ગુનાઓ દાખલ કરી રૂ104.61કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે જુગાર ધારા હેઠળ કુલ 230 ગુનાઓ દાખલ કરી રૂ 7.69 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો બીજી તરફ ગેસ ચોરી, ખનિજ ચોરી, ખાતર ચોરી, કેમિકલ ચોરી, સળીયા ચોરી જેવા વિવિધ ૫૦ ગુનાઓ દાખલ કરી રૂ.139.55 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં, 115 નાસતા-ફરતા આરોપીઓને પણ પકડી પાડ્યા છે.

નાર્કોટીક્સ સહિતના કેટલાક કેસોમાં ગુપ્તતા રહે તે પણ જરૂરી

સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશન આપવા પાછળના કારણો અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નો જવાબ આપતા  મંત્રીશ્રી Jagadish Vishwakarma એ કહ્યું કે, અમુક ગુનાઓ એવા હોય છે કે જેનો વ્યાપ એક કરતા વધારે જીલ્લાનો કે સમગ્ર રાજ્યનો હોય છે. આવા ગુનાની તપાસ માટે રાજ્ય સ્તરના પોલીસ સ્ટેશનની જરૂરીયાત પડે છે. ઉપરાંત નાર્કોટીક્સ સહિતના કેટલાક કેસોમાં ગુપ્તતા રહે તે પણ જરૂરી છે. તેથી મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી તા.31.01.2025 ના રોજ સમગ્ર રાજ્યના કાર્યક્ષેત્રને આવરી લેતા સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું છે.

જે દિવસે આ પોલીસ સ્ટેશન કાર્યરત થયુ તે જ દિવસે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓમાં સંગઠીત ગુના આચરતી ટોળકીના કુલ-10 ગેંગના સભ્યો વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી, દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત તાજેતરમાં જ બે નાઈજીરીયન નાગરીકને પ્રતિબંધિત ડ્રગ્સ(કોકેઈન) 149.570 ગ્રામ, કિં.રૂ.1,49,51,000/-સાથે પકડી પાડી, (NDPS) એક્ટ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Gujarat : જે કર ઝુલાવે પારણું, તે જગ પર શાસન કરે

Tags :
Advertisement

.

×