ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Politics : ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવાનાં નિર્ણય બાદ BJP- Congress નાં વાર-પલટવાર!

ઋષિકેશ પટેલે કહ્યું કે, કોંગ્રેસ કાર્યકરો પરથી વિશ્વાસ ગુમાવી રહી છે...
10:19 PM Feb 14, 2025 IST | Vipul Sen
ઋષિકેશ પટેલે કહ્યું કે, કોંગ્રેસ કાર્યકરો પરથી વિશ્વાસ ગુમાવી રહી છે...
GujaratPolitics_Gujarat_first
  1. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલનું રાજીનામું (Gujarat Politics)
  2. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો
  3. ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવા પર BJP પ્રવક્તા ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા
  4. કોંગી નેતા હિંમતસિંહનું પણ નિવેદન આવ્યું સામે, કહ્યું - ઉકેલ લાવીશું...

Gujarat Politics : કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના (Ahmed Patel) દીકરા ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવાનાં નિર્ણયથી રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ફૈઝલ પટેલનાં (Faizal Patel) કોંગ્રેસ છોડવાનાં નિર્ણય અને રાજીનામાથી ભાજપ નેતાઓને કોંગ્રેસ પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે. એક બાદ એક ભાજપનાં (BJP) નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે હવે ભાજપ પ્રવક્તા ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. બીજી તરફ કોંગ્રેસ (Congress) નેતા હિંમતસિંહ પટેલે પણ આ અંગે નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો - Rajkot : ધોરાજીમાં BJP એ 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા, જેતપુરમાં જયેશ રાદડિયા ગેમ ચેન્જર બન્યા!

કોંગ્રેસ હાલ દિશાહીન થઇ ગઇ છે : ઋષિકેશ પટેલ

કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) પર ગઈકાલે એક પોસ્ટ કરી હતી, જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ફૈઝલ પટેલની આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ (Gujarat Politics) જોવા મળ્યો છે. આ મામલે એક બાદ એક નેતાની પ્રતિક્રિયા સામે આવી છે. દરમિયાન, ભાજપ પ્રવક્તા ઋષિકેશ પટેલે (Rushikesh Patel) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાર્યકરો પરથી વિશ્વાસ ગુમાવી રહી છે. કોંગ્રેસનાં લોકોને જ તેમના નેતાઓ પર વિશ્વાસ નથી. ઋષિકેશ પટેલે આગળ કહ્યું કે, કોંગ્રેસ હાલ દિશાહીન થઇ ગઇ છે.

આ પણ વાંચો - Surat : હેલ્મેટનાં કાયદા અંગે BJP નેતા ધીરુ ગજેરાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરી આ માગ

મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે : ફૈઝલ પટેલ

બીજી તરફ ફૈઝલ પટેલનાં (Faizal Patel) કોંગ્રેસ છોડવા પર કોંગી નેતા હિંમતસિંહ પટેલનું (Himmatsinh Patel) નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ કારણોસર તેઓ નારાજ હોઇ શકે. તેમની સમસ્યા સાંભળીશું, અને ઉકેલ લાવીશું. દિલ્હી સ્તરે પણ અમારા નેતાઓ ચર્ચા કરશે. જણાવી દઈએ કે, ગઈકાલે ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે, 'ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતાએ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું હતું. મેં તેમના માર્ગે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ, દરેક ક્ષણ મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.'

આ પણ વાંચો - Gujarat Police Job : પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, HC માં સરકારે આપી આ માહિતી

Tags :
Ahmed PatelBJPCongressfaizal patelGUJARAT FIRST NEWSGujarat PoliticsHimmatsinh PatelRushikesh PatelTop Gujarati News
Next Article