ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain Forecast: આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ગાજવીજ સાથે વરસાદ કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, હળવો વરસાદની  આગાહી બંગાળીની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ Gujarat Rain Forecast: હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ (Gujarat Rain Forecast)પડવાની...
10:00 AM Aug 13, 2024 IST | Hiren Dave
રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ગાજવીજ સાથે વરસાદ કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, હળવો વરસાદની  આગાહી બંગાળીની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ Gujarat Rain Forecast: હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ (Gujarat Rain Forecast)પડવાની...
  1. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ગાજવીજ સાથે વરસાદ
  2. કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, હળવો વરસાદની  આગાહી
  3. બંગાળીની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ

Gujarat Rain Forecast: હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ (Gujarat Rain Forecast)પડવાની શક્યતા છે. આજે ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. લોકોએ આ વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને જાગૃત રહેવા અને સુરક્ષિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.હાલ રાજસ્થાન પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ છે તો બીજી તરફ આગામી દિવસોમાં બંગાળીની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના છે.

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધી

ચાલુ ચોમાસે ગુજરાતના ડેમની જળસપાટીની વાત કરીએ તો દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં બેથી ત્રણ સેન્ટીમીટરનો વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 135.88 મીટર પર પહોંચી છે. ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ મોડ પર છે. હાલ સરદાર સરોવર ડેમમાં બે લાખ 93 હજાર 389 ક્યુસેક પાણીની આવક થઇ છે આવકની સામે બે લાખ એક હજાર 868 ક્યુસેક પાણી નદીમાં છોડાતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા પ્રશાસનને એલર્ટ રહેવા આદેશ આપ્યાં છે.

આ પણ  વાંચો -Gujarat Rain: ગુજરાતમાં ફર ચોમાસું સક્રિય,182 તાલુકામાં વરસાદ,જાણો ક્યાં કેટલો પડયો

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 53.27 ટકા નોંધાયો

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ પર છે, 80થી 90 ટકા ભરાયેલા 16 જળાશયો એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર છે.ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 70.81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 87.34 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 84.46 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 54.51 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 53.27 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Tags :
GujaratGUJARAT MONSOON 2024Gujarat Monsoon Updategujarat rainGujarat Rain DataGujarat Rain Data 2024gujarat rain forecastgujarat rain newsgujarat rain todayGujarat Rainfall Data 2024Gujarat Rainfall Todaygujarat weathergujarat weather todayMONSOON 2024Monsoon in Gujarat 2024Rainrain in gujaratrainfall in gujaratweather update
Next Article