ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain: આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા પડશે ધોધમાર વરસાદ

હવામાન વિભાગ અનુસાર મોનસૂન ટર્ફ (Monsoon Turf) સક્રિય થતા ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આ વખતે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. વાંચો વિગતવાર.
07:40 AM Jul 12, 2025 IST | Hardik Prajapati
હવામાન વિભાગ અનુસાર મોનસૂન ટર્ફ (Monsoon Turf) સક્રિય થતા ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આ વખતે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. વાંચો વિગતવાર.
Gujarat Rain Gujarat First-+-+-

Gujarat Rain : હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં હળવા, મધ્યમ અને ભારે વરસાદ (Heavy rain)ની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર (Saurashtra) માં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર મોન્સૂન ટર્ફ સક્રિય થતા નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થશે. દરિયા કિનારે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યકત કરી છે.

મોન્સૂન ટર્ફ સક્રિય થયું

આગામી 7 દિવસ માટે દમણ અને દાદરા નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશ ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવા, મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર રિજીયનમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે. દરિયા કાંઠના જિલ્લાઓમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ અનુસાર મોન્સૂન ટર્ફ (Monsoon Turf) સક્રિય થતાં વીજળીના કડાકા સાથે છુટાછવાયા હળવા, મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વધી રહી છે.

અંબાલાલ પટેલે પણ કરી હતી આગાહી

હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પણ ગુજરાત રાજ્ય માટે 15મી જુલાઈ બાદ વરસાદની સ્થિતિ પર આગાહી કરી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર તથા કચ્છનાં ભાગોમાં વરસાદ આવી શકે છે. તેમજ પાટણ, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. સુરત તથા નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે. મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં 22 થી 30 જુલાઈ સીસ્ટમ બનશે જે ઉત્તર ભાગમાં વરસાદ લાવશે. તેમજ 2 થી 8 ઓગસ્ટ ભારે વરસાદ આવી શકે છે. તથા તાપી નદીનું જળસ્તર વધી શકે છે.

આ પણ વાંચોઃ  Ambaji : આજથી મારવાડી શ્રાવણની શરૂઆત, અંબાજીમાં શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

રાજ્યના 38 જળાશયો માટે હાઈ એલર્ટ

ગુજરાતના વિવિધ જળાશયોમાં પાણીની નવી આવક થતા એલર્ટ આપવામાં આવ્યા છે. જેમાં રાજ્યના 38 જળાશયો માટે હાઈ એલર્ટ, 20 જળાશયો એલર્ટ જ્યારે અન્ય 20 જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે  જુલાઈ-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હોવાનું જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 12 જુલાઈ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Daman Dadra Nagar Haveliforecast 2025Gujarat FirstGUJARAT FIRST NEWSGujarat Monsoon Updategujarat rainheavy rainIMD Rain ForecastKutchMonsoon turf activationNavsariRainfallSaurashtraValsad
Next Article