Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ થયો, ભેંસાણમાં 6 ઈંચથી વધુ ખાબક્યો
- Gujarat Rain,
- રાજ્યમાં 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ
- જૂનાગઢના ભેંસાણમાં 6 ઈંચથી વધુ વરસાદ
- જામકંડોરણામાં સવા 4 ઈંચ વરસાદ
- રાજકોટના ગોંડલમાં 4 ઈંચ વરસાદ
- દાંતીવાડામાં 4 ઈંચ વરસાદથી પાણી-પાણી
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં જૂનાગઢના ભેંસાણ તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ થઈ છે. આ સિવાય જામકંડોરણા, ગોંડલ, દાંતીવાડામાં 4 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે. નાંદોદ અને હળવદ તાલુકામાં પણ 3-3 ઈંચ વરસાદ વરસતા માર્ગો અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
Gujarat Rain તાલુકાવાર
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં ભેંસાણમાં 6, જામકંડોરણા, ગોંડલ, દાંતીવાડામાં 4 , નાંદોદ અને હળવદમાં 3, ભરૂચ, હાંસોદ, ખંભાળિયામાં 2.5, દસાડા, રાણપુર, ખેડામાં સવા 2 ઈંચ વરસાદ પડ્યો છે. આટલા વરસાદથી જે તે વિસ્તારોમાં વરસાદી પાણી જમા થઈ ગયા છે. સ્થાનિકો અને મુસાફરોને માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં અવરજવરમાં તકલીફ પડી રહી છે. જો કે છેલ્લા 24 કલાકમાં એક સાથે 217 તાલુકામાં વરસાદ ખાબકી જતા ગુજરાતમાં ગરમીનો પારો ગગડી ગયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
આ પણ વાંચોઃ Maharashtra Rain Alert : 21-08 સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી, NDRF અને SDRF સ્ટેન્ડ બાય પર
પાટણ જિલ્લાના તાલુકામાં પણ થયો વરસાદ
પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘ મહેર જોવા મળી રહી છે. હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર તથા પાટણમાં વરસાદ પડી રહ્યો છે. પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
અમરેલી અને રાજકોટમાં પણ મેઘ મહેર
અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ થયો છે. વડીયા પંથકમાં ધોધમાર વરસાદથી શેરીઓમાં પાણી વહેવા લાગ્યા છે. રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં વરસાદ થતા ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે. આ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે મોટી પાનેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદે મુશ્કેલીઓ સર્જી દીધી છે. લોકોને જીવનજરુરિયાત વસ્તુઓ માટે ઢીંચણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.
આ પણ વાંચોઃ Nandotsav : શામળાજી ખાતે ઉજવાયો ભવ્ય નંદોત્સવ, બાળ કૃષ્ણને ચાંદીના રમકડાં ચડાવાયા