Gujarat Rain: બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો, વાહન વ્યવહાર ખોરવાયો
- ગુજરાતના વાતાવરણમાં અચાનક પલ્ટો
- બનાસકાંઠામાં ધોધમાર વરસા
- વરસાદને પગલે વાહન વ્યવહાર ખોરવાયો
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવવા પામ્યો છેે. જિલ્લામાં કમોસમી વરસાદ થતા જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. પાલનપુરના માધવપુરાથી વડગામ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. જાહેર માર્ગ પર પાણી ભરાતા વાહનો બંધ થયા હતા. વાહન ચાલકો ધક્કા મારી વાહન પાણીમાંથી બહાર કાઢવા મજબૂર બન્યા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદમાં આ જાહેર માર્ગની આ સ્થિતિ છે તો ચોમાસામાં કેવી સ્થિતિ થતી હશે.
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં કમોસમી વરસાદ
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં કમોસમી વરસાદના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બસ સ્ટેન્ડ, બાટવા રોડ, વંથલી રોડ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી તલ, મગ, અડદ સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી છે. જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
વરસાદી પાણી વહી નીકળ્યા
કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. સામખિયાળીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદી પાણી વહી નીકળ્યા હતા. ભચાઉ તાલુકાના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.