ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતાં હાલ નોંધણી બંધ

Gujarat-એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા તેમાં નોંધણી થઇ શકશે નહિ ટૂંક સમયમાં આ ખામીને દૂર કરીને પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરાશે પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે...
05:44 PM Nov 22, 2024 IST | Kanu Jani
Gujarat-એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા તેમાં નોંધણી થઇ શકશે નહિ ટૂંક સમયમાં આ ખામીને દૂર કરીને પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરાશે પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે...

Gujarat-ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે.

આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે.

ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૨૫-૧૧-૨૦૨૪ પહેલા ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાતપણે પૂર્ણ કરવા જણાવાયું હતું. પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહિ. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો-VADODARA : અતિવૃષ્ટિથી ખેતીને થયેલા નુકશાન સામે 6118 ખેડૂતોને સહાય ચૂકવાઇ

Tags :
Gujarat
Next Article