ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat State Cyber ​​Crime Cell : વૉટ્સએપ હેક કરતી ગેંગ પકડી

Gujarat - ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી State Cyber ​​Crime Cell માત્ર શાળા અને કોલેજની યુવતીઓને જ ટાર્ગેટ કરીને તેમનું વોટ્સએપ હેક કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી મધ્યપ્રદેશના આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત...
02:09 PM Nov 21, 2024 IST | Kanu Jani
Gujarat - ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી State Cyber ​​Crime Cell માત્ર શાળા અને કોલેજની યુવતીઓને જ ટાર્ગેટ કરીને તેમનું વોટ્સએપ હેક કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી મધ્યપ્રદેશના આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત...

 

Gujarat State Cyber ​​Crime Cellની ટીમને શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી સફળતા મળી છે. મધ્યપ્રદેશના આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીની ધરપકડ કરીને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા તજવીજ શરૂ કરી છે.

વર્તમાનમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓને નિયંત્રણમાં લાવવા તથા આ સાયબર ક્રાઇમ કરતી ગેંગને શોધી કાઢવા સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના અધિક પોલીસ મહાનિદેશકડૉ રાજકુમાર પાંડીયને આપેલી સૂચના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી સંજય ખરાત તથા પોલીસ અધિક્ષક  ધર્મેન્દ્ર શર્મા તેમજ પોલીસ અધિક્ષક  ભરતસંગ ટાંકના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આ દિશામાં સક્રિય છે.

વોટ્સએપ એકાઉન્ટ હેક કરવાનો કારસો 

દરમિયાન ૧૯૩૦ હેલ્પલાઇન ઉપર ફરિયાદ મળી હતી કે, કોઈ સાયબર ગઠીયાએ વોટ્સએપ એકાઉન્ટ હેક કરી, ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાનું જણાવી ભોગ બનનારના નામે પૈસા પડાવી લઇ છેપરપીંડી આચરી છે. જે અન્વયે સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી બેંક એકાઉન્ટ તથા મોબાઇલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે ડિટેઇલ એનાલીસિસ કર્યું હતું અને મોબાઈલ નંબરના સી.ડી.આર. મંગાવી જેમા મળી આવેલા IMEIની માહિતીનું એનાલીસીસ કરતા એક સસ્પેક્ટ મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે ઓપન સોર્સ મારફતે ચેક કરાવતા 'College Fees Fraud' એવુ નામ મળી આવતા આ બાબતે વધુ સઘન તપાસ કરી સસ્પેક્ટ મોબાઇલ નંબરની વિગતો મેળવી વેરીફીકેશન મેળવ્યા બાદ મોબાઇલ નંબરનું લોકેશન મેળવ્યું હતું.

ફક્ત શાળા તેમજ કોલેજની છોકરીઓ ટાર્ગેટ

લોકેશન મધ્યપ્રદેશના અનુપપુર જીલ્લાના બદરા ગામનું આવતા સાયબર પોલીસની ટીમ તાત્કાલીક અનુપપુર મધ્યપ્રદેશ ખાતે રવાના થઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને વોચ ગોઠવી આરોપી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા (રહે.વોર્ડ નં.03, બદરા, કેવત મહોલ્લા, બદરા કોલોની, કોટમા, તા.જી.અનુપપુર, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી સઘન પુછપરછ શરૂ કરી છે.

Gujarat State Cyber ​​Crime Cellની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ કબુલાત કરી છે કે, તે ફક્તને ફક્ત શાળા તેમજ કોલેજની છોકરીઓને ટાર્ગેટ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને અલગ-અલગ રાજ્યોની આશરે ૧૦૦થી વધુ છોકરીઓને ટાર્ગેટ કરી તેમના વોટ્સએપ હેક કરી છેતરપીંડી કરી છે. આરોપી હાલ રીમાન્ડ હેઠળ છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

આરોપી પાસેથી મોબાઇલ ફોન-૦૨, ચેકબુક- ૦૨,સીમકાર્ડ - ૧૧,પાસબુક- ૦૨,ડેબીટ કાર્ડ - ૧૨ જેટલો  મુદામાલ કબજે કરાયો છે. 

આ પણ વાંચો- Gujarat : ડૉ.બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના

Tags :
Gujarat State Cyber ​​Crime Cell
Next Article