Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો, કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી

વર્ષ 2025 ના પહેલા જ દિવસે બનાસકાંઠા જિલ્લાને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળવા જઇ રહ્યો છે. જીહા, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન જલ્દી જ થાય તેવું સૂત્રો તરફથી સામે આવ્યું છે.
banaskantha   ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો  કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી
Advertisement
  • ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો
  • બનાસકાંઠા જિલ્લાનું થશે વિભાજન
  • કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી
  • મુખ્યમંત્રી કક્ષાએ થશે આખરી જાહેરાત
  • જિલ્લા વિભાજન અંગે કેબિનેટમાં ચર્ચા

Banaskantha : વર્ષ 2025 ના પહેલા જ દિવસે બનાસકાંઠા જિલ્લાને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળવા જઇ રહ્યો છે. જીહા, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન જલ્દી જ થાય તેવું સૂત્રો તરફથી સામે આવ્યું છે. કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજન અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જોકે, આની આખરી જાહેરાત મુખ્યમંત્રી કક્ષાએ થશે. સાંજ સુધી નવા જિલ્લાના નામને લઇને સત્તાવાર જાહેરાત થઇ શકે છે

મુખ્યમંત્રી કક્ષાએ થશે આખરી જાહેરાત

ગત વર્ષથી જ બનાસકાંઠા સહિતના ત્રણ જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકારમાં વિચારણા શરૂ થઇ હતી. જોકે, નવા 3 જિલ્લાની જો રચના થાય છે તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 36 થઇ જશે. બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે. મુખ્યમંત્રી કક્ષાએ તેની આખરી જાહેરાત કરવામાં આવશે. જણાવી દઇએ કે, નવા જિલ્લામાં પાટણ જિલ્લાના કોઈ પણ ભાગનો સમાવેશ કરવામાં આવશે નહીં. આજે સાંજ સુધીમાં નોટિફિકેશન બહાર પડતા રાજ્યમાં 34મો જિલ્લો અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાના વડુ મથક અને નામ પણ સાંજ સુધીમાં જાહેર કરાશે.

Advertisement

Advertisement

ગેનીબેન અને ગુલાબસિંહે શું કહ્યું?

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારના નવા જિલ્લા વિભાજનના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આ નવો જિલ્લો અસ્તિત્વમાં આવે તો તે એક સકારાત્મક પગલું છે, કારણ કે બનાસકાંઠાને બે ભાગમાં વહેંચવાની માંગ વર્ષોથી ઉઠતી આવી છે. વળી આ અંગે કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારના ગામોને લોકો કામ માટે દૂર દૂર જવું પડતું હતું, અને સરકારના આ નિર્ણયથી લોકોને મદદ મળશે. તેમણે થરાદને હેડક્વાર્ટર તરીકે પસંદ કરવાની માંગ પણ કરી, કારણ કે તે કેન્દ્ર બિંદુ હોવાથી લોકો માટે સરળતા રહેશે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે, જિલ્લામાં વિભાજન સાથે તાલુકાનું વિભાજન પણ જરૂરી છે, કારણ કે કાંકરેજમાં 98 ગામો છે, પરંતુ માત્ર એક જ તાલુકા મથક છે, જે હાલમાં અઘરી સ્થિતિ ઊભી કરે છે અને લોકોને હેરાન થવું પડે છે.

રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ

રાજકીય લેવલે ચાલતી ચર્ચા મુજબ રાજ્યના 33 જિલ્લા ઉપરાંત ત્રણ નવા જિલ્લાની રચના કરાય તે માટે રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ થઇ છે. વધતી જતી વસતી અને જિલ્લો બહુ મોટો હોય તો લોકોને અગવડ ના પડે તે સહિતના વિવિધ હેતુસર ત્રણ નવા જિલ્લા રચાય તેવી શક્યતા છે. ચાલતી ચર્ચા મુજબ બનાસકાંઠા ઉપરાંત કચ્છ અને પાટણ જિલ્લામાંથી બે નવા જિલ્લાની રચના કરાઇ શકે છે.

નવી 9 મહાનગરપાલિકાની સરકાર કરશે જાહેરાત

ઉલ્લેખનીય છે કે, આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી 9 મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. મહેસાણા, મોરબી, નવસારી સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ નડિયાદ, પોરબંદર અને સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બનશે. મહત્વનું છે કે બજેટ સત્ર દરમિયાન જ મહાનગર અંગેની જાહેરાત કરાઇ હતી.

આ પણ વાંચો:  Banaskantha : કેન્દ્રીય મંત્રી Nitin Gadkari સાથે MP ગેનીબેન ઠાકોરની મુલાકાત, કરી આ રજૂઆત

Tags :
Advertisement

.

×