Surat Crime: લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ બે મહિના બાદ ઝડપાયો
Surat Crime: સુરતમાંથી યુવતી પર દુષ્કર્મ ગુજારી ફરાર થયેલો આરોપી અંતે પોલીસના સકંજામાં આવી ગયો છે. યુવતીએ બે મહિના પહેલા સુરતના પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ આરોપી વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement
- સુરતમાં દુષ્કર્મ કેસમાં બે માસથી ફરાર આરોપીની ધરપકડ
- પાલ પોલીસે આરોપી રિશી જયસ્વાલને મુંબઈથી ઝડપી પાડ્યો
- યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી ફરાર થયો હતો
- ભોગ બનનાર યુવતીએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- બે માસથી પોલીસ ચોપડે ફરાર આરોપી મુંબઈ ખાતે છુપાયો હતો
Surat Crime: ગુજરાતમાં સતત દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે. ખાસ કરીને યુવતીને લગ્ન કરવાના પ્રલોભન આપી વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરત(Surat)ની પાલ પોલીસે દુષ્કર્મના કેસમાં છેલ્લા બે મહિનાથી ફરાર આરોપી(Accused)ને દબોચી લીધો છે. પોલીસે આરોપી રિશી જયસ્વાલને મુંબઈથી ઝડપી લીધો છે. યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતુ. અંતે પોલીસે ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું
મળતી જાણકારી અનુસાર પાલ પોલીસ સ્ટેશન વિસ્તારની યુવતીને રિશી જયસ્વાલ નામના શખ્સે લગ્નની લાલચ આપી હતી. જે બાદ યુવતી સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા. જે બાદ રિશી જયસ્વાલે યુવતીને તરછોડી દીધી હતી. જેથી પિડિતાએ બે મહિના અગાઉ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપી મુંબઈમાંથી પકડાયો
Advertisement
ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જોકે આરોપી રિશી જયસ્વાલ યુવતી સાથે છેતરપીંડી કરી ફરાર થઈ ગયો હતો. રિશી જયસ્વાલ છેલ્લા બે મહિનાથી ફરાર હતો. જેને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા. અંતે પોલીસને બાતમી મળી હતી કે આરોપી મુંબઈમાં છે. જે બાતમી આધારે પોલીસે મુંબઈમાં તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
આ પણ વાંચોઃ Gir Somnath : શિકારની શોધમાં જંગલના રાજાના હવે શહેરી વિસ્તારમાં ધામા


