Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: નવમા માળેથી મહિલા ડોક્ટર કૂદી પડી, ગંભીર ઈજાઓને કારણે જીવ ગયો

Surat Woman Doctor Suicide: સુરતના સરથાણામાં એક મહિલા ડોક્ટરે એકાએક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત પાછળનું કારણ હજું સુધી બહાર આવ્યું નથી. જેથી સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.
surat  નવમા માળેથી મહિલા ડોક્ટર કૂદી પડી  ગંભીર ઈજાઓને કારણે જીવ ગયો
Advertisement
  • સુરત(Surat)ના સરથાણામાં મહિલા તબીબનો આપઘાત
  • બિઝનેસ હબના 9માં માળેથી ઝંપલાવ્યું
  • મહિલા તબીબનું આપઘાતનું કારણ અંકબંધ
  • ફિઝિયો ક્લિનિક ચલાવતા હતી રાધિકા કોટડિયા
  • થોડા સમય પહેલાં એક યુવક સાથે સગાઈ કરી હતી

Surat Woman Doctor Suicide:સુરત(Surat)માં મહિલા ડોક્ટરે આપઘાત(Woman Doctor Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ છે. શુક્રવારે  બીઝનેસ હબમાં આવેલા ચાઈ પાર્ટનર કાફેમાં ગઈ હતી. જ્યાં અચાનક ખુરશીમાંથી ઊભી થઈ નવમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળનું કારણ હજું સુધી બહાર આવ્યું નથી. જેથી સરથાણા પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

એકાએક લગાવી મોતની છલાંગ

Surat_female_doctor_sucide_Gujarat_first. 2પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં એક 27 વર્ષિય ડોક્ટરે આપઘાત કરી લીધો છે. શુક્રવારે(21 નવેમ્બર) સાંજે 7 વાગ્યે સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં રહેતી રાધિકા કોટડિયા નામની મહિલા ડોક્ટર બિઝનેસ હબના નવમા માળે આવેલા ચાઈ પાર્ટનર કાફેમાં ગઈ હતી. જ્યાં અચાનક ખુરશીમાંથી ઊભી થઈ નવમા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. એકાએક પગલું ભરતાં લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં રાધિકા કોટડિયાને ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. એકાએક કરેલા આપઘાતથી પરિવારમાં ભારે દુઃખ માહોલ છવાઈ ગયો છે.

Advertisement

થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી

Surat_female_doctor_sucide_Gujarat_first. 2

Advertisement

જાણવા મળ્યું છે કે મહિલા ડોક્ટર ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. તેની સગાઈ 6 મહિના પહેલા જ એક યુવક સાથે થઈ હતી. આગામી ફેબ્રુઆરી મહિનામાં તેના લગ્ન થવાના હતા. જો કે લગ્ન કરે તે પહેલા આપઘાતનું પગલું ભરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આપઘાત પાછળનું હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જેથી સરથાણા પોલીસે પરિવારના નિવેદન અને મોબાઈલના આધારે મહિલા ડોક્ટરના આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં વારંવાર આપઘાતની ઘટના બની રહી છે. જે ચિંતાનો વિષય બન્યો છે.  રત્નકલાકારોથી લઈને ઉચ્ચ પોસ્ટ પર નોકરી કરતાં લોકો આપઘાત જેવું ઘાતક પગલું ભરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Bhavangar: દેવળીયા ગામે હુમલાનો ભોગ બનેલા દંપતિને વ્હારે સુરત પાટીદાર સેવા સંઘ

આ પણ વાંચોઃ અમદાવાદમાં પ્રથમવાર AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર્સનું આયોજન, ભારત સહિત 5 ટીમો ભાગ લેશ

Tags :
Advertisement

.

×