Gujarat Top News : આજે 14 જૂન 2025, શનિવારના રોજ ગુજરાતમાં થનાર મહત્વની ઘટનાઓ વિશે જાણો
Gujarat : આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપાય તેવી શક્યતાઓ છે. ડીએનએ માટે અપાયેલ સેમ્પલ ઝડપથી મેચ કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપાશે અને તેને રાજકોટ લઈ જવામાં આવશે. અંતિમ ક્રિયા રાજકોટ ખાતે કરવામાં આવશે. વિજય રૂપાણી નો પુત્ર વૃષભ રૂપાણી પણ આવતીકાલે વહેલી સવાર પોતાના ઘરે પહોંચી જશે.
મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવશે
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજે સાંજે 4 કલાકે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે.
અંબાલાલ પટેલની 14 અને 15 તારીખ માટેની આગાહી
આગામી 24 કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. તેમાં દક્ષિણ ગુજરાતના વિવિધ 14 અને 15 તારીખે હળવો વરસાદ થશે. 16 થી 24 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. તેમજ પંચમહાલના ભાગો અને ઉત્તર અને દક્ષિણના ભાગોમાં વરસાદ પડશે. અને નવસારી, સુરત, તાપી, ભરૂચમાં વરસાદ થવાની શક્યતા છે.
જૂન મહિનાની ગરમીને ગ્લોબલ વોર્મિંગની અસર ગણાવવામાં આવે છે
ભારતમાં એક તરફ જાણકારો દ્વારા જૂન મહિનાની ગરમીને ગ્લોબલ વોર્મિંગની અસર ગણાવવામાં આવે છે ત્યાં બીજી તરફ નૌતપા દરમિયાન ગરમી ન પડવાને પણ સામાન્ય સંકેત ગણાવાય છે. હવામાન વિભાગનું માનવું છે કે, નૌતપા દરમિયાન વરસાદ પડવો તે સામાન્ય ઘટના છે. ઘણા વર્ષોથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે અને મે મહિનાના અંતમાં પ્રિમોન્સુન એક્ટિવિટીના કારણે દેશના વિવિધ ભાગમાં વરસાદ પડે છે. આ વખતે પણ તેવી જ રીતે ચોમાસું વહેલું આવી ગયું છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. ચોમાસું આગળ વધતું અટકી ગયું છે અને સાઉથમાં જ સ્થિર થઈ ગયું છે તેમ છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાના જ સંકેત છે.
આ પણ વાંચોઃ Rashifal 14 June 2025 : આજે ભદ્ર રાજયોગ રચાઈ રહ્યો છે તેથી કર્ક સહિત આ રાશિના જાતકોને થશે લાભ