Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Top News : આજે 15મી જૂન 2025, રવિવારના રોજ ગુજરાતમાં થનાર મહત્વની ઘટનાઓ વિશે જાણો

રવિવારે રાજ્યભરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી 15 મી જૂનના રોજ લોકરક્ષકની ભરતી માટે પરીક્ષા-2025 (Lokrakshak Recruitment Exam 2025) લેવાશે. જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejarival) ની સભા યોજાશે. વાંચો વિગતવાર.
gujarat top news   આજે 15મી જૂન 2025  રવિવારના રોજ ગુજરાતમાં થનાર મહત્વની ઘટનાઓ વિશે જાણો
Advertisement
  • આજે સમગ્ર ગુજરાત ભરમાં 825 શાળાઓમાં લોકરક્ષક (Lokrakshak) ની ભરતી પરીક્ષા યોજાશે
  • અમદાવાદ શહેરમાં 40,000થી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપશે
  • આજે Visavadar માં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejarival પ્રચાર કરશે

Gujarat Top News : આજે રવિવારે રાજ્યભરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી 15 મી જૂનના રોજ લોકરક્ષકની ભરતી માટે પરીક્ષા લેવાશે. જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejarival) ની સભા યોજાશે. આ ઉપરાંત રોટરી ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060 હેઠળની રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટનો ત્રીજો પદગ્રહણ સમારોહ સ્પંદન યોજાશે.

લોકરક્ષક ભરતી માટે પરીક્ષા

રવિવારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી 15 મી જૂનના રોજ લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષા (Lokrakshak Recruitment Exam 2025) લેવાશે. સવારે 9:30 થી 12.30 પરીક્ષા લેવાશે. લોકરક્ષક કેડરની કુલ-12000 જેટલી વિવિધ જગ્યાઓ માટે યોજવામા આવેલ શારીરિક કસોટીમાં 10,73,000 જેટલા ઉમેદવારો પૈકી લોકરક્ષક કેડરના ઉતિર્ણ થયેલ કુલ- 2,47,803 ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતેની કુલ-825 શાળાઓમાં લેવાશે. અમદાવાદ શહેરમાં 40,000થી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપશે.

Advertisement

અરવિંદ કેજરીવાલ દ્વારા વિસાવદરમાં પ્રચાર કરાશે

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejarival) ની સભા યોજાશે. વિસાવદરના કાલસારી ગામે યોજાશે સભા. આપ ઉમેદવાર ગોપાલ ઈટાલીયાના સમર્થનમાં સભાનું આયોજન કરાયું છે.

Advertisement

રોટરી ક્લબ ઓફ ભાવનગરનો ત્રીજો પદગ્રહણ સમારોહ

રોટરી ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060 હેઠળની રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટનો ત્રીજો પદગ્રહણ સમારોહ સ્પંદન આજે સવારે 10:45 કલાકે રસોઈ ડાઈનિંગ હોલ ખાતે યોજાશે.

આ પણ વાંચોઃ  Rashifal 15 June 2025 : આજે સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે, જેથી કર્ક સહિત આ રાશિના જાતકોને થઈ શકે છે આર્થિક લાભ

Tags :
Advertisement

.

×