Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન-2025

તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન - જનજાગૃતિ અભિયાન
gujarat   સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન 2025
Advertisement
  • Gujarat -રાજ્યભરમાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન (Sparsh Leprosy Awareness Campaign) - જન જાગૃતિ અભિયાન તા. ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

    • ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૦ હજારની વસ્તીએ પ્રિવેલન્સ રેટ ૦.૪૦ હાંસલ કરાયો
    • ૧૨ હાઇ એન્ડેમીક જિલ્લાઓ પૈકી સાતમાં રક્તપિત્તનું પ્રમાણદર એક ટકા કરતા ઓછું
    • રકતપિત્તના દર્દીઓને વિનામૂલ્‍યે ૬,૨૩૪ માઇક્રો સેલ્‍યુલર રબર શુઝ તેમજ ૨,૩૦૧ અલ્સર કીટ અપાઈ. 

Gujarat નાગરિકોમાં રક્તપિત્ત અંગે વધુ જાગૃતિ લાવી તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં અનેકવાર અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. વિકસિત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ૩૦ જાન્યુઆરી ‘ગાંધી નિર્વાણ દિવસ’-‘એન્ટી લેપ્રસી ડે’ નિમિત્તે તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન - જન જાગૃતિ અભિયાન યોજાશે તેમ, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Advertisement

ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત-ગ્રસ્ત વ્યક્તિ વણ શોધાયેલ ન રહે તે સુનિશ્ચિત કરીએ.” નું સુત્ર આપવામાં આવ્યું છે.

Advertisement

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ પખવાડિયા દરમિયાન રકતપિત્ત વિશે નાગરીકોમાં વધુ જનજાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાશે. Gujarat રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિત્તને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે રાજ્યમાં પ્રિવેલન્સ રેટ એક કરતાં ઓછો લાવવામાં સફળતા મળી છે એટલે કે, ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૦ હજારની વસ્તીએ પ્રિવેલન્સ રેટ ૦.૪૦ હાંસલ કરાયો છે.

રક્તપિત્તનું પ્રમાણદર એક ટકા કરતા ઓછું લાવવામાં સફળતા

આ ઉપરાંત ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨ હાઇ એન્ડેમીક જિલ્લાઓ પૈકી ૭ જિલ્લાઓ ભરૂચ, દાહોદ, મહિસાગર, નવસારી, પંચમહાલ, સુરત અને વડોદરામાં રક્તપિત્તનું પ્રમાણદર એક ટકા કરતા ઓછું લાવવામાં પણ સફળતા મળી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં જરૂરિયાતમંદ રકતપિત્તના દર્દીઓને વિનામૂલ્‍યે ૬,૨૩૪ માઇક્રો સેલ્‍યુલર રબર શુઝ (એમ.સી.આર.), ૨૮ રીકન્સ્ટ્રીવ સર્જરી, ૨,૩૦૧ અલ્સર કીટ આપવામાં આવી છે. આમ આપણે સહિયારા પ્રયાસો થકી રક્તપિત્ત નાથી શકીશું.

આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રકતપિત્તના વણશોધાયેલ દર્દીઓ શોધવા લેપ્રસી કેસ ડીટેકસન કેમ્પેઇન, એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઇન, દર માસે ત્રીજા શુક્રવારે સર્વે જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી કરવામાં આવે છે. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે-ઘરે તપાસ કરી રકતપિત્ત નવા દર્દી શોધીને ત્વરીત બહુ ઔષધિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કરવામા આવે છે તેમ વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો-VADODARA : લોકોના કામ નહીં કરતા અધિકારીઓ કોર્પોરેટરની રડારમાં

Tags :
Advertisement

.

×