Gujarat Rain News : અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, જુઓ Video
Gujarat Rain News : ગુજરાત (Gujarat) રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને બફારા બાદ હવે વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) ની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
Gujarat Rain News : વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ
નવસારી (Navsari) જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ઝાંપટા પડ્યા હતા, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે અમરેલી (Amreli) ના રાજુલા (Rajula) પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ, ઉત્તર ગુજરાતના અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં મોડી રાત્રે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસા, શામળાજી, ભિલોડા, હિંમતનગર અને ઈડર જેવા વિસ્તારોમાં મેઘરાજાની ધબધબાટી જોવા મળી હતી.
દાહોદ (Dahod) અને મહીસાગર (Mahisagar) જિલ્લામાં પણ દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. આ ઉપરાંત, યાત્રાધામ દ્વારકા (Dwarka) માં પણ વરસાદી ઝાંપટા નોંધાયા હતા.
Ahmedabad માં મોડી રાત્રે વાવાઝોડાં સાથે વરસાદ । Gujarat First
અમદાવાદમાં મોડી રાત્રે વાવાઝોડાં સાથે વરસાદ
અમુક વિસ્તારોમાં ભારે તો ક્યાંક ધીમીધારે વરસાદ
ભારે ઉકળાટમાથી શહેરીજનોને આંશિક રાહત
રાત્રે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
આજે અમદાવાદમાં IPLની મેચને લઈને ચિંતા… pic.twitter.com/r9UTOVxA4o— Gujarat First (@GujaratFirst) May 31, 2026
અમદાવાદમાં વરસાદ અને IPL મેચની ચિંતા
અમદાવાદ (Ahmedabad) શહેરમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના અમુક વિસ્તારોમાં ભારે તો ક્યાંક ધીમીધારે વરસાદ નોંધાયો છે. આજે અમદાવાદમાં યોજાનાર IPL (Indian Premier League) ની મેચ પર વરસાદનું વિઘ્ન ન આવે તેવી આશંકા સેવાઈ રહી છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો : Kutch: મુન્દ્રામાં ક્રેન મશીનનો કાળો કહેર, પ્રાગપર પાસે 2 શ્રમિકોએ જીવ ગુમાવ્યા


