Gujarat: ઉત્તરાયણનો પર્વ આ લોકો માટે બન્યો જીવલેણ, અનેક લોકોનું ગળું કપાતા થયું મોત
- વડોદરા, મહેસાણા અને રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં બની ઘટના
- રાજકોટમાં એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત
- પંચમહાલમાં દોરીથી ગળું કપાતા 5 વર્ષના માસૂમ બાળકનું મોત
Gujarat: આજે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં દોરીના કારણે લોકોના ગળા કપાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજ્યમાં અત્યારે લોકો મોટી સંખ્યાાં ઉત્તરાયણનો પર્વ માનવી રહ્યાં છે. જેના કારણે લોકોના ગળા કપાતા મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં વડોદરા, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, પંચમહાલ અને ભાવનગરમાં મોતની ઘટના સામે આવી છે. આમાંથી અનેક લોકોનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે.
ચાલુ બાઈકે પતંગની દોરી યુવકના ગળામાં ફસાઇ
વડોદરાની વાત કરવામાં આવે તો, વડોદરાના કરજણમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે. વિગતે વાત કરીએ તો, નેશનલ હાઈવે પર ગળાના ભાગે દોરી આવતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો. ચાલુ બાઈકે પતંગની દોરી યુવકના ગળામાં ફસાઇ હતી. જેથી યુવકની હાલત ગંભીર હોવાથી સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયો છે. આ સાથે મહેસાણામાં ચાઈનીઝ દોરીના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. વીજ તાર પર ચાઇનીઝ દોરી દૂર કરવા જતા કરંટ લાગતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, મહિલાને કરંટ લાગતા બચાવવા જતા યુવકનું મોત થયું છે. જ્યારે મહિલાને અત્યારે સારવાળ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: Gondal: મકરસંક્રાંતિના દિવસે જ કોલેજ ચોકમાં ગેસવાળા ફુગ્ગા ભરતા અચાનક લાગી આગ
કુવાડવા રોડ પર પતંગની દોરીને કારણે મોત થયું
આ સાથે રાજકોટમાં પતંગની દોરી વાગતા વધુ એક મોત થયું હોવાનું છે. કુવાડવા રોડ પર પતંગની દોરીને કારણે મોત થયું છે. 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થઈ ગયું હતું. બાઇકચાલક રસ્તા પરથી જઈ રહ્યો હતો તે સમયે દોરી વાગી અને તેનું ગળુ કપાઈ ગયું હતું. અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના યુવકનું પ્રતિબંધિત જીવલેણ દોરીને કારણે ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: YMCA કલબથી SP રિંગ રોડ તરફ પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો
પંચમહાલમાં દોરી વાગતા બે વ્યક્તિનું ગળું કપાયું
નોંધનીય છે કે, પ્રતિબંધિત કાતિલ દોરીથી આશાસ્પદ યુવક ઈશ્વરભાઈ ઠાકોરનું મોત નિપજતા પત્ની, બે બાળકો સહિત પરિવારજનો પર આભ તુટી પડ્યું. મૃતક યુવકની લાશને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જિલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવામાં તંત્ર દ્વારા માત્ર દેખાવ પુરતી કામગીરી થતી હોય તેવું લાગી રહ્યું છે. પંચમહાલમાં દોરી વાગતા બે વ્યક્તિનું ગળું કપાયું હોવાનું સામે આવ્યું છે. દોરીથી ગળું કપાતા 5 વર્ષના માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત થયું. પિતા આ બાળકને ફૂગ્ગા અપાવવા લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન પનોરમા ચાર રસ્તા તરફ જતાં પતંગ દોરીથી ગળું કપાયું હતું. કાલોલમાં બાઇકચાલકને દોરી વાગતા ગળાના ભાગે ઇજા થઈ હતી. મળતી વિગતો પ્રમાણે ગોધરા શહેરમાં યુવકને દોર વાગતા કાન પાસે ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો: Gondal: કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે કર્યો હુમલો, 4 લોકોને મારી છરી થઈ ગયો ફરાર
ભાવનગર શહેરમાં ઉતરાયણનો પર્વ લોહિયાળ જોવા મળ્યો
ભાવનગરમાં પણ દોરીના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભાવનગર શહેરમાં ઉતરાયણનો પર્વ લોહિયાળ જોવા મળી રહ્યો છે. બહાર વાહન લઈને નીકળતા પતંગ રસિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં બે અલગ અલગ જગ્યા પર દોરી વાગવાના બનાવ બન્યા છે, જેમાં એક ત્રણ વર્ષની બાળકી અને 19 વર્ષનો યુવાન ભોગ બન્યો છે. ગળાના ભાગે દોરી વાગી જવાના કારણે જાનવી બારૈયા નામની ત્રણ વર્ષની દીકરીને ગંભીર ઈજા પહોંચી છે. નિકુલ પરમારને ગળાના ભાગે દોરી બેસી જતા લોહી લુહાણ હાલે તે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો