ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Vidhansabha : તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ‘ચોમાસું સત્ર’ યોજાશે

Gujarat Vidhansabha : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી(Governor Shri Acharya Devvratjiએ ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું ----- ગુજરાત વિધાનસભામાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ‘ચોમાસું સત્ર’ યોજાશે: વિધાનસભા અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhari) ----- Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભાના...
06:48 PM Aug 08, 2025 IST | Kanu Jani
Gujarat Vidhansabha : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી(Governor Shri Acharya Devvratjiએ ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું ----- ગુજરાત વિધાનસભામાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ‘ચોમાસું સત્ર’ યોજાશે: વિધાનસભા અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhari) ----- Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભાના...

Gujarat Vidhansabha : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી(Governor Shri Acharya Devvratjiએ ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું
-----
ગુજરાત વિધાનસભામાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ‘ચોમાસું સત્ર’ યોજાશે: વિધાનસભા અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhari)
-----

Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભાના ‘ચોમાસુ સત્ર’નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Governor Shri Acharya Devvratji) દ્વારા આહ્વાન થયું છે. જે અંતર્ગત તારીખ ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ત્રણ દિવસ ૧૫મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. ગુજરાત વિધાનસભાએ ચોમાસું સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું છે. જે અંતર્ગત આગામી તા. ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસ ‘ચોમાસું સત્ર’ યોજાશે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા. ૨૦ ઓગસ્ટ સુધી ધારાસભ્યશ્રીઓ પોતાના પ્રશ્નો ઓનલાઇન તેમજ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે.

વધુમાં અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જી.એસ.ટી. સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના વટ હુકમ વિધાનસભામાં રજૂ થશે. જો સરકાર પાસે અન્ય કોઈ બાકીનું કામકાજ હશે તો તે પણ રજૂ થતાં આગળ લેવામાં આવશે. આ ઉપરાંત તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ શનિવારના રોજ બોલાવવામાં આવેલી કામકાજ સલાહકાર સમિતિની મીટિંગમાં વિધાનસભા કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Monsoon Session : વડોદરાના સાંસદે ભારતની વિદેશ નીતિમાં યુવાનોના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કર્યું

Tags :
Governor Acharya DevvratjiGujarat vidhansabhaSHANKARBHAI CHAUDHARI
Next Article