ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather : રાજયભરમાં ઠંડીનો ચમકારો યથાવત!

રાજયભરમા ઠંડીનો વર્તારો યથાવત આગામી સમયમાં ઠંડી વધારે થશે નલીયા સાથે સૌથી ઠંડુ શહેર બન્યું   Gujarat Weather:રાજયભરમા ઠંડીનો(Cold Forecast) વર્તારો યથાવત રહ્યો છે અને આગામી સમયમાં હજી પણ વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી...
09:22 AM Jan 01, 2025 IST | Hiren Dave
રાજયભરમા ઠંડીનો વર્તારો યથાવત આગામી સમયમાં ઠંડી વધારે થશે નલીયા સાથે સૌથી ઠંડુ શહેર બન્યું   Gujarat Weather:રાજયભરમા ઠંડીનો(Cold Forecast) વર્તારો યથાવત રહ્યો છે અને આગામી સમયમાં હજી પણ વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી...
Gujarat Weather Update

 

Gujarat Weather:રાજયભરમા ઠંડીનો(Cold Forecast) વર્તારો યથાવત રહ્યો છે અને આગામી સમયમાં હજી પણ વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.નલીયા 6.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે.આવતીકાલથી ઠંડીમાં થોડી આશિંક રાહત મળે તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,ભુજમાં 12.2 ડિગ્રી,ડીસામાં 12.4 ડિગ્રી, કંડલામાં 13.2 ડિગ્રી,રાજકોટમાં 13.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી,અમદાવાદમાં 15.1 ડિગ્રી, દ્વારકા 15.6 ડિગ્રી,સુરતમાં 17.4 ડિગ્રી,વડોદરામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ  વાંચો -Gandhinagar: ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય, ગુજરાતના 12 IPS અધિકારીઓને અપાયું પ્રમોશન

કોલ્ડવેવની શકયતા નહીવત

રાજયમાં હાલમાં કોલ્ડવેવની શકયતા નહીવત જોવા મળી છે,આગામી સમયમાં પણ રાજયમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી નથી,રાજયમાં બેઠી ઠંડી રહેશે અને પવનો ફૂંકાશે એટલે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ  વાંચો -'કુછ દિન તો ગુજારો Chhota Udepur કે ગાંવ મેં', નવા વર્ષે Gujarat First ની ટીમ પહોંચી પૃથ્વીનાં 'સ્વર્ગ' માં!

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે

ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.

 

 

Tags :
Cold forecastGujarat Firstgujarat weather updateWinter News
Next Article