Gujarat Weather : ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીથી વધુની ઝડપે ટકરાશે વાવાઝોડું - અંબાલાલ પટેલ
- હવામાનની આગાહી કરતા Ambalal Patel એ વાવાઝોડાની આગાહી કરી છે
- ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે
- 25 થી 30 મે દરમિયાન વાવાઝોડાની અસરો તીવ્ર બનશે
Gujarat Weather : ગુજરાતમાં ભર ઉનાળે માવઠા ખાબકી રહ્યા છે. તેમાંય હવે રાજ્ય પર વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી અંબાલાલ પટેલ (Ambalal Patel) એ કરી છે. ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઉપરી વાતાવરણમાં એક નહિ પરંતુ બે વાવાઝોડા નિર્માણ થયા છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીથી વધુની ઝડપે ટકરાશે.
વાવાઝોડું 100 કિમીની ઝડપે ટકરાશે
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ ઉપરાંત વાવાઝોડા (Cyclone) ની પણ આગાહી કરી દીધી છે. તેમણે ગુજરાતમાં આગામી દિવસોમાં વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, ગુજરાત ઉપર એક નહિ પરંતુ બે વાવાઝોડા નિર્માણ પામ્યા છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીથી વધુની ઝડપે ટકરાશે. ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. ખેતરમાં અને યાર્ડમાં રાખેલ પાક પલળી જતા તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં 25થી 30 મે દરમિયાન વાવાઝોડાની તીવ્ર અસરો વર્તાશે.
Gujarat Cyclone Alert । Gujarat પર વાવાઝોડાનો મોટો ખતરો ? । Gujarat First #Gujarat #cyclone #rains #Gujarat #UnseasonalRains #rainingujarat #gujaratfirst pic.twitter.com/VwYsRuUS4A
— Gujarat First (@GujaratFirst) May 21, 2025
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
4 જૂન સુધી ચોમાસુ બેસી જશે
વર્ષ 2025માં ઉનાળા દરમિયાન જ ઠેર ઠેર માવઠા ખાબકી રહ્યા છે. જેનાથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકી પડી રહી છે. ઉપરાંત ખેડૂતોના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. આ વર્ષે સમગ્ર દેશમાં 28મી મે આસપાસ ચોમાસુ બેસશે. જ્યારે ગુજરાતમાં 4 જૂનની આસપાસ ચોમાસુ બેસશે. આજે જ ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આજે ભારેથી અતિભારે વરસાદ, તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાને લીધે સરકાર અને વહીવટીતંત્રએ સતર્કતા અપનાવી છે.
આ પણ વાંચોઃ Gujarat Rain : 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલી થઇ મેઘમહેર