ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: છેલ્લા ત્રણ દિવસથી પડી રહીં છે કાતિલ ઠંડી, આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

Gujarat: પવનની દિશા બદલાના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી સમયમાં હવે ઠંડીમાં વધારે થશે તે ઘટાડો તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
11:18 AM Jan 19, 2025 IST | VIMAL PRAJAPATI
Gujarat: પવનની દિશા બદલાના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી સમયમાં હવે ઠંડીમાં વધારે થશે તે ઘટાડો તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
Winter Season Gujarat
  1. રાજ્યમાં પવનની દિશા બદલાના કારણે કાતિલ ઠંડીનો અનુભવ
  2. અંતિમ દિવસોમાં ઠંડી કેવી રહેશે તેને લઈને કરવામાં આવી આગાહી
  3. આગામી સાત દિવસ રાજ્યમાં ઠંડી ઘટશે અને વાતાવરણ સૂકુ રહેશે

Gujarat: રાજ્યમાં અત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. સ્વાભિવક છે કે, પવનની દિશા બદલાના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી સમયમાં હવે ઠંડીમાં વધારે થશે તે ઘટાડો તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જાન્યુઆરી મહિનો હવે પૂર્ણ થવા આવ્યો છે. જેથી આ મહિનાના શરૂઆતના દિવસોમાં તો કાતિલ ઠંડીનો અનુભવ થયો છે પરંતુ અંતિમ દિવસોમાં ઠંડી કેવી રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Mehsana: ઝળહળી ઉઠ્યું મોઢેરા સૂર્યમંદિર, ઘૂંઘરૂના ઝનકાર અને નર્તનથી સર્જાયો નયનરમ્ય નજારો

તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થવાની સંભાવના

ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનની વાત કરવામાં આવે તે, આગાહી પ્રમાણે આવતા સાત દિવસ રાજ્યમાં ઠંડી ઘટશે અને વાતાવરણ સૂકુ રહેશે. આ સાથે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થવાની સંભાવના છે. મહત્વની વાત એ છે કે, સાત દિવસ પછી વાતાવરણમાં વધારે કઈ બદલાવ થાય તેવું લાગતું નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાનું છે. આ સાથે અંબાલાલ પટેલ આગામી 20 તારીખ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે તેવી સંભાવનાઓ કરી છે.

આ પણ વાંચો: Surat : વરઘોડા શબ્દનો પ્રયોગ પોલીસ ક્યારેય કરતી નથી : DGP વિકાસ સહાય

22મીથી પશ્ચિમી વિક્ષેપ આવવાની આગાહી રહેશે રહેશે

મહત્વની વાત એ કે, અરબ સાગરના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે તેવી સંભાવનાઓ છે. આ સાથે સાથે 22મીથી પશ્ચિમી વિક્ષેપ આવવાની આગાહી રહેશે રહેશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે.’ ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગામી 27, 28 અને 29મી જાન્યુઆરીએ રાજ્યાને કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આ સાથે આવતી કાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે’

આ પણ વાંચો: શહેરમાં કૂતરાઓનો આતંક! અધધ એક જ મહિનામાં 2000 થી વધારે લોકોને કૂતરાએ બચકા ભર્યાં

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
cold weather in GujaratGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newsimpact on farmerLatest Gujarati Newsweather forecastweather forecast of winter coldwinter coldWinter SeasonWinter Season in GujaratWinter Season NewsWinter season Updateખેડૂતોના પાકને અસરગુજરાતમાં ઠંડીનું પ્રમાણેગુજરાતમાં શિયાળાની ઋતુશિયાળાની ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી
Next Article