ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: હવે તાપણા માટે થઈ જાઓ તૈયાર, રાજ્યમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા

Gujarat: હવામાન વિભાગ દ્વારા અત્યારે ગુજરાતમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગાહી ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ભારે ઠંડી પડવાની શક્યતાઓ છે.
09:23 AM Nov 28, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat: હવામાન વિભાગ દ્વારા અત્યારે ગુજરાતમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગાહી ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ભારે ઠંડી પડવાની શક્યતાઓ છે.
Gujarat
  1. આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાન ઘટશે
  2. આગાહી ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ભારે ઠંડી પડવાની શક્યતા
  3. આગાહી પ્રમાણે રાજ્યનું તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઘટશે

Gujarat: હવામાન વિભાગ દ્વારા અત્યારે ગુજરાતમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગાહી ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ભારે ઠંડી પડવાની શક્યતાઓ છે. આગાહી એવી પણ કરવામાં આવી છે કે, આગાહી ત્રણ દિવસ બાદ રાજ્યનું તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઘટી શકે છે, જેના કારણે જોરદાર ઠંડી પડવાની સંભાવનાઓ છે. જો કે, અત્યારે પણ સવારમાં સારી એવી ઠંડી પડી રહીં છે. આગાહી પ્રમાણે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનું જોર વધી શકે છે.

આ પણ વાંચો: Rajkot : કોણે કોના પર કર્યો હતો હુમલો? સોશિયલ મીડિયા પર PI સંજય પાદરિયાને સમર્થન

ઠંડી માટે ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા વધારે જવાબદાર

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડી વધવાની છે. બીજી મહત્વની વાત એ છે કે, અત્યારે દક્ષિણ ભારતને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે. જેનું નામ ‘ફેંગલ’ રાખવામાં આવ્યું છે. જેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતનાં રાજ્યોને થવાની શક્યતા છે.જો કે, તેની ગુજરાતમાં પર કોઈ અસર થવાની નથી. ગુજરાતમાં ઠંડી વધવાનું કારણ ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા વધારે જવાબદાર છે.

આ પણ વાંચો: VADODARA : પોર અને જાંબુઆ બ્રિજના વિસ્તરણને લઇને કેન્દ્રીય મંત્રીની અધિકારીઓને તાકિદ

બે દિવસ બાદ ફરી ઉત્તરના પવનો ગુજરાતમાં ફુંકાશે

મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં અત્યારે પૂર્વનો પવન ફુંકાઈ રહ્યો છે. જેના કારણે આગામી બેથી ત્રણ દિવસ બાદ ઠંડી વધી છે. એટલું જ નહીં પરંતુ બે દિવસ બાદ ફરી ઉત્તરના પવનો ગુજરાતમાં ફુંકાશે તેના કારણે ઠંડીનો પારો વધારે ગગડી શકે છે. નોંધનીય છે કે, ઉત્તરના પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધતું હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: Kirti Patel નાં આરોપો સામે Rajdeep Singh Ribda ની પ્રતિક્રિયા! જાણો શું કહ્યું ?

Tags :
Gujarat Winter UpdateLatest Gujarati NewsMeteorological Department Of GujaratVimal PrajapatiWinter NewsWinter SeasonWinter Season in GujaratWinter Season News
Next Article