Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Wire Free City Mission : શહેરોને મળ્યો નવો શણગાર, હવે નહિ દેખાય લટકતા તાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 'ગુજરાત વાયર ફ્રી સિટી મિશન'ને મંજૂરી 2030 સુધીમાં રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને 151 નગરપાલિકાઓમાં વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ થશે.
gujarat wire free city mission   શહેરોને મળ્યો નવો શણગાર  હવે નહિ દેખાય લટકતા તાર
Advertisement

Gujarat Wire Free City Mission : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 'ગુજરાત વાયર ફ્રી સિટી મિશન'ને મંજૂરી 2030 સુધીમાં રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને 151 નગરપાલિકાઓમાં વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ થશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના 'ગ્રીન અને સ્માર્ટ સિટી'-Green and Smart City''ના વિઝનને સાકાર કરવાના હેતુથી ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શહેરોને વધુ સુંદર અને સુરક્ષિત બનાવવા માટે "ગુજરાત વાયર ફ્રી સિટી મિશન (Gujarat Wire Free City Mission)  ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

Advertisement

  • લક્ષ્યાંક: વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્યના શહેરી વિસ્તારોને સંપૂર્ણપણે ઓવરહેડ વીજ વાયરોથી મુક્ત કરવા.

    Advertisement

  • બજેટ જોગવાઈ: પ્રારંભિક તબક્કા માટે રૂ. ૫૦૦ કરોડ મંજૂર.

  • આવરી લેવાયેલ વિસ્તાર: રાજ્યની તમામ ૧૭ મહાનગરપાલિકાઓ અને ૧૫૧ નગરપાલિકાઓ.

Gujarat Wire Free City Mission :  પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)એ મીડિયા સાથેની વાતચીતમાં આ ઐતિહાસિક નિર્ણયની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મિશન હેઠળ શહેરોમાં હાલમાં અસ્તિત્વ ધરાવતા ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને તબક્કાવાર સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ (ભૂમિગત) કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે.

આ કામગીરી અંતર્ગત આશરે ૧૪,૬૦૦ સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક અને ૩૧,૪૦૦ સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને ભૂમિગત કરવામાં આવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૧૧ કે.વી. ઓવરહેડ લાઈનો અને ત્યારબાદ લો ટેન્શન લાઈનોને આવરી લેવામાં આવશે.

Gujarat Wire Free City Mission : નાગરિકો અને શહેરોને થનારા ફાયદા

વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ થવાથી રાજ્યના શહેરી વિસ્તારોમાં નોંધપાત્ર સકારાત્મક બદલાવ આવશે:

  1. કુદરતી આફતો સામે સુરક્ષા: વાવાઝોડા કે ભારે વરસાદ જેવી કુદરતી આફતો સમયે વાયર તૂટવાની અને શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ પર બ્રેક વાગશે.

  2. અવિરત વીજ પુરવઠો: ટેકનિકલ ફોલ્ટનું પ્રમાણ ઘટવાથી નાગરિકોને ગુણવત્તાયુક્ત અને કોઈપણ વિક્ષેપ વિના વીજળી મળતી થશે.

  3. શહેરોની સુંદરતામાં વધારો: રસ્તાઓ અને શેરીઓમાં લટકતા વાયરોની જાળ દૂર થવાથી શહેરોનો દેખાવ વધુ સ્વચ્છ અને સુંદર બનશે.

"સ્માર્ટ અને સેફ ગુજરાત તરફ પ્રયાણ" મંત્રી જીતુભાઈ વાઘાણીએ અંતમાં ઉમેર્યું હતું કે, "ગુજરાત વાયર ફ્રી સિટી મિશન માત્ર વીજ લાઈનો બદલવાનો એક સામાન્ય પ્રોજેક્ટ નથી, પરંતુ ૨૧મી સદીના સ્માર્ટ, સુંદર અને સેફ ગુજરાતના નિર્માણની દિશામાં અમારી સરકારનું એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું છે."

આ પણ વાંચો : Healthcare with Humanity : ગુજરાત બન્યું ગ્લોબલ હેલ્થકેર હબ

Tags :
Advertisement

.

×