ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 8 જુલાઈ 2025 ના દિવસે ગુજરાતમાં બનશે કઈ મોટી ઘટનાઓ?

આજે રાજ્યભરમાં નિમણુંક પામેલા શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવશે તેમજ વરસાદની પરિસ્થિતિ મુદ્દે ગાંધીનગરમાં વોચ ગ્રૂપની મહત્વની બેઠક થશે.
07:23 AM Jul 08, 2025 IST | Hardik Prajapati
આજે રાજ્યભરમાં નિમણુંક પામેલા શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવશે તેમજ વરસાદની પરિસ્થિતિ મુદ્દે ગાંધીનગરમાં વોચ ગ્રૂપની મહત્વની બેઠક થશે.
Gujarat Today Gujarat First

Today In Gujarat : આજે ગાંધીનગર ખાતે વરસાદની સ્થિતિને લઈ સાંજે 4 કલાકે વેધર વોચ ગ્રૂપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ જેતપુર બિસ્માર હાઈવે પર ઉઘરાવવામાં આવતા ટોલને મુદ્દે વિરોધ કાર્યક્રમો યોજાશે. જેમાં લાલજી દેસાઈ, પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણી જોડાશે. આ સિવાય રાજ્યભરમાં નિમણુંક પામેલા શિક્ષકને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવશે.

ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી

ધારાસભ્ય ચૈતર વસાવાને લાફા કાંડ બાદ નીચલી કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. જેને લઈને નર્મદા જિલ્લા ડિસ્ટ્રીકટ કોર્ટમાં ગતરોજ કાગળો સમય મર્યાદામાં રજૂ ના થતાં આજે જામીન માટે ફરી અરજી થશે અને તેના ચુકાદા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે બીજી તરફ સરકારી વકીલ પણ જામીન ના મળે તે માટે એફિડેવિટ રજૂ કરવાના છે.

ગાંધીનગરમાં વોચ ગ્રૂપની  બેઠક

ગુજરાતમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે. તેથી રાજ્યમાં વર્તમાન વરસાદની સ્થિતિ અંગે આજે વેધર વોચ ગ્રૂપની બેઠકમાં સમીક્ષા થશે, રાહત કમિશનર હવામાન વિભાગ, મહેસુલ, માર્ગ અને મકાન, સિંચાઈ સહિતના સરકારના વિવિધ વિભાગો તથા કેન્દ્રીય એજન્સીઓ સાથે સાંજે 4 કલાકે બેઠક કરશે.

નિમણુંક પત્રો એનાયત થશે

આજે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12 ની ગ્રાન્ટેડ શાળાઓને નવા શિક્ષકો મળી રહે તે માટે શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આજે એક સાથે રાજ્યભરમાં નિમણુંક પામેલ શિક્ષકોને નિમણુંક પત્રકો આપવામાં આવશે. રાજ્યભરમાં 3243 નવા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો મળશે. અમદાવાદ ગ્રામ્યમાં 238 જેટલા , અમદાવાદ શહેરમાં 198 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો મળવા જઈ રહ્યા છે. રાજ્યભરમાં સૌથી વધારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની શાળાઓને 238 જેટલા શિક્ષકો મળવાના છે જ્યારે ખેડા જિલ્લામાં 217 જેટલા નવા શિક્ષકો ઉપલબ્ધ થશે.

ભાવનગરમાં આકાશમાંથી વરસી આફત

ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે અવિરત વરસાદ પડી રહ્યો છે તે હવે જગતના તાત માટે કપરો સાબિત થઈ રહ્યો છે. શરૂઆત માં ખેડૂતો હોંશે હોંશે વાવણી કરી અને મગફળીનું વાવેતર પણ કર્યુ. મોંઘાદાટ ખાતર બિયારણ વાપર્યા બાદ હવે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે મગફળીનો પાક લીલાછમમાંથી હવે પીળો પડવા લગ્યો છે.  ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ જવાની ભીતિ જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લા માં 1 લાખ કરતા પણ વધુ હેકટરમાં ખેડૂતો એ મગફળીનું વાવેતર કર્યુ છે. તેવામાં પાક પીળો પડી જતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ  Surat : મુસાફરોથી ભરેલા પ્લેનને મધમાખીઓનું ઝુંડ વળગી પડ્યું! જુઓ વાઇરલ Video

Tags :
BhavnagarChaitar VasavaGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSheavy rainNarmadaTeacher Appointment letterWeather Watch Group meeting
Next Article