ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 12 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : આજે હનુમાન જયંતિ નિમિત્તે અમદાવાદના થલતેજ, રાંચરડા, કેમ્પ, જામનગરના બલા હનુમાન, રાજકોટના બાલાજી હનુમાન, અને સુરેન્દ્રનગરના 1500થી વધુ હનુમાન મંદિરોમાં ભવ્ય ઉજવણી થશે, જ્યાં આરતી, હવન, અને રામધૂનનું આયોજન થશે.
07:06 AM Apr 12, 2025 IST | Hardik Shah
Gujarat : આજે હનુમાન જયંતિ નિમિત્તે અમદાવાદના થલતેજ, રાંચરડા, કેમ્પ, જામનગરના બલા હનુમાન, રાજકોટના બાલાજી હનુમાન, અને સુરેન્દ્રનગરના 1500થી વધુ હનુમાન મંદિરોમાં ભવ્ય ઉજવણી થશે, જ્યાં આરતી, હવન, અને રામધૂનનું આયોજન થશે.
12 April na Taza Samachar

Gujarat : આજે હનુમાન જયંતિ નિમિત્તે અમદાવાદના થલતેજ, રાંચરડા, કેમ્પ, જામનગરના બલા હનુમાન, રાજકોટના બાલાજી હનુમાન, અને સુરેન્દ્રનગરના 1500થી વધુ હનુમાન મંદિરોમાં ભવ્ય ઉજવણી થશે, જ્યાં આરતી, હવન, અને રામધૂનનું આયોજન થશે. અમદાવાદ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા સ્ટાર હેલ્થ, કેર હેલ્થ, અને ટાટા એઆઈજી જેવી વીમા કંપનીઓની કેશલેસ સુવિધા સસ્પેન્ડ કરવા અને ક્લેઈમ ચૂકવણીના મુદ્દે પત્રકાર પરિષદ યોજાશે. રાજ્ય સરકારની જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 6.12 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે 2553 કેન્દ્રો પર લેવાશે. ગુજરાત ભાજપ કમલમ ખાતે બાબા સાહેબ આંબેડકર સમ્માન અભિયાન માટે કાર્યશાળા યોજાશે, જેમાં તરુણ ચુગ અને સી.આર. પાટીલ હાજર રહેશે. અમરેલીમાં ચણાની મબલખ આવકથી ખેડૂતોને બજારમાં ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળી રહ્યા છે. બનાસકાંઠાના ડીસા જીઆઈડીસીમાં સુવિધાઓના અભાવે વેપારીઓ હેરાન છે, જ્યારે નર્મદા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપશે.

સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, કેર હેલ્થ ઇન્શ્યોરન્સ, ટાટા એઆઈજી હેલ્થ ઇન્શ્યોરન્સના ગ્રાહકો માટે કેશલેસ સુવિધાઓના સસ્પેન્શન અંગેના મુખ્યમુદ્દાઓને લઈને અમદાવાદ નર્સિંગ હોમ એસોસિએશન તરફથી પત્રકાર પરિષદનું આયોજન છે. ઘણા સમયથી વીમા કંપનીઓ દ્વારા ક્લેઈમ ચુકવણીમાં અનેક પ્રશ્નો સામે આવ્યા છે જેને લઇને આહના દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મહત્વકાંક્ષી યોજના જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત આવતીકાલે પરીક્ષા યોજાશે. મેરીટ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવતીકાલે રાજ્યભરમાં લેવાશે. રાજ્ય સરકારભરમાંથી ધોરણ આઠ પછી ધોરણ નવમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવાના હેતુથી આ પરીક્ષા લેવામાં આવશે. રાજ્યભરમાંથી 6 લાખ 12 હજાર 151 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેઓ આ પરીક્ષા આપશે. રાજ્યભરમાં તમામ જિલ્લામાં 2553 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે હનુમાન જયંતિના દિવસે અમદાવાદનાં થલતેજ વિસ્તારના એકમાત્ર હનુમાનજીના માતા અંજની માતા મંદિરે સવારે આરતી હવન યોજાશે.. મંદિરમાં ભક્તોની ભીડ , માહોલ અને ઇનપુટ મળશે

આવતીકાલે હનુમાન જયંતિ છે ત્યારે અમદાવાદના
રાંચરડા ખાતે આવેલા સૂતેલા હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે...
કેમ્પના હનુમાન મંદિર પણ ભક્તોની ભીડ હશે અને ઉજવણી હશે...તે પણ કરીશ

અમદાવાદ amc દ્વારા રથયાત્રા ને લઈને સરસપુર માં આવેલ પોળ માં rcc રોડ અને પેવર બ્લોકના કામ કરીને તૈયાર કરશે

ગુજરાત ભાજપની કમલમ કાર્યાલય ખાતે મળશે કાર્યશાળા...આવતી કાલે ભાજપના રાષ્ટ્રીય મહા મંત્રી તરુણ ચુગની અધ્યક્ષતામાં મળશે બેઠક..પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ પણ રહેશે ઉપસ્થિત...ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકર સમ્માન અભિયાનને લઈ પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરાયું છે.અભિયાન થકી ભાજપ દેશભરમાં 14થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડો.બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે...કાર્યશાળામાં શહેર પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે...કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે.

કચ્છ

બોર્ડર પર આવેલા ભેડીયા બેટ હનુમાનજી મંદિરનો મહિમા,

રાજકોટ

રાજકોટના પ્રસિદ્ધ બાલાજી હનુમાન મંદિર ખાતે 108 કુંડી યગન નુ ખાસ આયજન હનુમાન ચાલીસા પાઠ સાથે યગ્ન નું આયોજન

રાજકોટ ખાનગી હોસ્પિટલ માં મેડિકલ ક્લેમ મામલે નોધાઇ ફરિયાદ માં આરોપી ધરપકડ મોડી રાત્રે થશે જેમાં આરોપી કાલે બતાવશે જેથી તે સ્ટોરી કરી ને પણ મોકલી આપવામાં આવશે...

જામનગર

આવતી કાલે હનુમાન જયંતી હોવાથી વિશ્વ વિખ્યાત બલા હનુમાન મંદિર ખાતે ખાસ આયોજન કરવામાં આવશે. હનુમાન જયંતી હોવાથી ખાસ આરતી, ધ્વજા, અને ખાસ પૂજા કરવામાં આવશે. અહીંની રામધૂન છેલ્લા 64 વર્ષથી અવિરત ચાલે છે. આ અખંડ રામ ધૂનએ  બે વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે.

મહેસાણા

આવતી કાલે હનુમાન જયંતી હોવાથી વિશ્વ વિખ્યાત બલા હનુમાન મંદિર ખાતે ખાસ આયોજન કરવામાં આવશે. હનુમાન જયંતી હોવાથી ખાસ આરતી, ધ્વજા, અને ખાસ પૂજા કરવામાં આવશે. અહીંની રામધૂન છેલ્લા 64 વર્ષથી અવિરત ચાલે છે. આ અખંડ રામ ધૂનએ  બે વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે.

બનાસકાંઠા

ડીસામાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં નાના-મોટા અનેક એકમો આવેલા છે જ્યાં અનેક નાના મોટા વ્યવસાયો ચાલી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં એક પણ સુવિધા સારી ન હોવાના કારણે અહીં વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તા પાણી સહિતની સુવિધા પૂરી ન પડતા હાલમાં અહીં ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે જેને લઇ સ્ટોરી બનશે

નર્મદા

રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે રાજપીપલા માં નર્મદા જિલ્લાના શિક્ષણજગત સિંહ ગણાતા સ્વ.રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ ના કાર્યક્રમ માં હાજરી આપશે.રત્નસિંહ મહિડા કે જેમને નર્મદા અને ભરૂચ જિલ્લામાં શિક્ષણ ને આગળ લાવવા માટે અનેક સંસ્થાઓ ખોલી ને આદિવાસી બાળકો ને શિક્ષણ પૂરું પાડ્યું હતું.આજે પણ તેમની સંસ્થાઓ માં હજારો આદિવાસી બાળકો ભણી ને આગળ વધ્યા છે.

ગુજરાતમાં ગરમી નો પારો વધી રહ્યો છે ત્યારે માણસ ને તો તકલીફ પડી રહી છે પણ જાનવરો ને પણ ગરમી નો સામનો કરવો પડી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલ સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક માં જાનવરો ને ગરમી ના લાગે તે માટે સ્પ્રિંકલર,એસી અને કુલર મુકવામાં આવ્યા છે અહીં વિદેશી પ્રાણીઓ પણ છે જે ઠંડા પ્રદેશ માંથી લાવવામાં આવ્યા છે તેમને માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અરવલ્લી

ચૈત્ર સુદ પૂર્ણિમાનો પણ ઉત્સવ છે ત્યારે આ દિવસ એટલેકે પૂર્ણિમા નિમિત્તે યાત્રધામ શામળાજી ખાતે પણ હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટશે અને દર્શન કરી ધન્ય બનશે

આવતી કાલે હનુમાન જયંતિની ઉજવણી સમગ્ર રાજ્યના હનુમાનજી મંદિરોમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવનાર છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા પાંડવ કાળ વખતના એક માત્ર સુતેલા ભીડ ભંજન હનુમાનજી મંદિરે પણ ઉજવણી કરાશે આ માટે મંદિરને સજાવવામાં આવ્યું છે ઉપરાંત ઉજવણી ખુબજ ઉત્સાહ પૂર્વક થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાયું છે ત્યારે આવતી કાલે હજારો ભક્તો ભગવાનના દર્શને ઉમટશે અને દર્શન કરી ધન્ય બનશે

ખેડા

નડિયાદ ના ચકલાસી માં આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિત માં 151 દીકરીઓ નો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાશે...

મહેમદાવાદ માં ઔડા દ્વવારા 20 કરોડ રૂપિયા ના ખર્ચે નિર્માણ થયેલ પૂજ્ય રવિશંકર હોલ નું ખાતમુર્હત લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે..
મહેમદાવાદ ના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સાથે જિલ્લા વહીવટી તંત્ર ઉપસ્થિત માં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે..

અંબાજી

આવતીકાલે ચૈત્ર સુદ પૂનમના દિવસે વહેલી સવારથી જ અંબાજી ગામમાં અને મંદિરમાં ભારે ભીડ જોવા મળશે. લોકો દૂર દૂરથી સંઘો લઈને ધજા લઈને અંબાજી પહોંચી ગયા છે. ચૈત્ર સુદ પૂનમનુ ભારે મહત્વ છે. લોકો પોતાની માનતા પૂરી કરવા અને પૂનમ ભરવા દૂર દુરથી પગપાળા અને અન્ય વાહનોમાં અંબાજી આવતા હોય છે.

દાંતા તાલુકાના વસી, પ્રતાપપુરા માં છેલ્લા ઘણા સમયથી લોકોને પીવાનું પાણી નથી મળતું .ગામમાં 50 જેટલા મકાનો આવેલા છે. એમાં પણ એક જ હેંડ પંપ છે, તેમાં પણ પાણી નથી આવતું લોકો બે થી ત્રણ કિલોમીટર દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હોય છે તો બીજી બાજુ શાળાના બાળકો પણ પાણી ભરવા જતાં હોય છે તો શાળામાં અભ્યાસ માટે જતા શાળાના બાળકો અભ્યાસ કરવા માટે પણ શાળાના ટાઈમ પ્રમાણે નથી પોહચી શકતાં. શાળાના બાળકો એક જ હેડ પંપથી પાણી ખેંચીને ઘરે લાવે છે, ત્યારબાદ શાળાએ જાય છે. શું આવી રીતે ભણશે ગુજરાત

સુરેન્દ્રનગર

આવતીકાલે હનુમાન જયંતિ છે ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હનુમાનજીના અંદાજે ૧૫૦૦ થી વધુ મંદિરો માત્ર સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં આવેલા છે અને સુરેન્દ્રનગરને હનુમાનનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હનુમાન મંદિરોના નામની પણ છે જેમકે લીંબડીયા હનુમાન, ખીજડીયા હનુમાન, વીજળીયા હનુમાન, લક્ઝરીયા હનુમાન સહીતના નામો ધરાવે છે અને આવતીકાલે તમામ હનુમાન મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

અમરેલી

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવના ચણાના ખરીદી શરૂ થયા પહેલા ટેકાના ભાવો કરતા ખુલ્લા બજારમાં ચણાની મબલખ આવક. સરકાર દ્વારા ટેકાના ભાવે 1130 જાહેર કર્યા બાદ અમરેલી, સાવરકુંડલા યાર્ડ ની જાહેર હરરાજીમાં 1170 થી 1351 જેવા ચણાના મળે છે ભાવો. અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં ચણાની મબલખ આવક સાથે 1900 ક્વિન્ટલ થઈ રહી છે ચણાની આવક. ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થયા પહેલા ખુલ્લી બજારમાં ચણાના પોષણશમ ભાવો મળવાથી ખેડૂતોમાં હરખની હેલી.

Tags :
AhmedabadAll Gujarat NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsTaza Samachar
Next Article