Gujarati Top News : આજે 30 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
- Gujarati Top News,
- આજે CM ભૂપન્દ્ર પટેલની હાજરીમાં 76મો વન મહોત્સવ ઉજવાશે
- ખેડાના ગળતેશ્વર ખાતે આ વન મહોત્સવની ઉજવણીમાં મહાનુભાવો હાજર રહેશે
- આજે ગણપતિ મહોત્સવ નિમિત્તે અનેક પંડાલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
- આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે
- અમિત શાહ અમદાવાદના વિવિધ ગણેશ પંડાલોમાં દર્શન કરશે
- આજે નવસારી મનપા દ્વારા શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થવા પર વિવિધ કાર્યક્રમો યોજાશે
- ઉજવણીના ભાગરૂપે ખાસ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે
- નવસારી મનપાના કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની રહેશે હાજર
આજે 30 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : (Gujarati Top News )
Gujarati Top News : આજે 76 મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વન મહોત્સવ ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ખાસ ઉપસ્થિત રહેશે. આ વન મહોત્સવ સંદર્ભે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૃક્ષારોપણથી લઈને પર્યાવરણ અને વનનું મહત્વ સમજાવવામાં આવશે. આ કાર્યક્રમમાં વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી મુકેશ પટેલ હાજર રહેશે. આ કાર્યક્રમનું આયોજન સરનાલમાં ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે કરવામાં આવ્યું છે.
Gujarat First-30-08-2025--
Gujarati Top News: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે
આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતનો પ્રવાસ કરશે. તેઓ અમદાવાદમાં વિવિધ ગણેશ પંડાલોમાં દર્શન કરશે. અમિત શાહ શ્યામલ કા રાજા અને વસ્ત્રાપુરના મહાગણપતિના દર્શન કરશે. અમિત શાહ નગરદેવી ભદ્રકાળી માતાના પણ દર્શન કરશે. ત્યારબાદ તેઓ ઓગણજ ખાતે વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. અમિત શાહ આજે લાલ દરવાજા પાસે ટોરેન્ટ પાવરે તૈયાર કરેલા સરદાર બાગનું પણ લોકાર્પણ કરશે.
Gujarat First-30-08-2025-
આ પણ વાંચોઃ Junagadh નાં રાજકારણમાં ખળભળાટ! પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો AAP માં જોડાયા
અંબાજીમાં ભાદરવી મેળા માટે વિશેષ તૈયારીઓ
શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે ભાદરવી મહાકુંભ મહામેળાને લઈને ભક્તોનો પ્રવાહ અંબાજી તરફ જોવા મળી રહ્યો છે. એસટી બસ વિભાગ દ્વારા 1300 જેટલી વધારાની બસો 7 દિવસ મેળા માટે ચલાવવામાં આવશે. 4 હંગામી બસ સ્ટેન્ડ ઉપર બસ વ્યવહાર ચલાવવામાં આવશે. અંબાજી શક્તિપીઠ તરફના તમામ માર્ગો ઉપર રંગબેરંગી રોશની લાઈટો લગાડવામાં આવી છે. સમગ્ર અંબાજી ધામ રોશનીથી ચમકી રહ્યું છે અને અંબાજી મંદિર ખાતે પણ અધતન પ્રકારની રંગબેરંગી લેઝર લાઈટો લગાડવામાં આવી છે.
નવસારી મનપાના 20 વર્ષ પૂર્ણ
આજે નવસારી મનપા દ્વારા શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉજવણીના ભાગરૂપે ખાસ તાલીમ વર્કશોપનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમોમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ (C R Patil) ઉપસ્થિત રહેશે.