Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 19 જુલાઈ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જ્યારે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) શનિવારે જૂનાગઢના ઈવનગર ખાતે મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત લેશે. વાંચો વિગતવાર.
gujarati top news   આજે 19 જુલાઈ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement
  • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેરિટાઈમ યુનિ.ના પદવીદાન સમારોહમાં રહેશે ઉપસ્થિત
  • આજે કેન્દ્રીય મંત્રી Shivraj Singh Chouhan જૂનાગઢની મુલાકાત લેશે
  • શિવરાજ સિંહ ચૌહાણ મગફળી સંશોધન કેન્દ્રમાં પણ જવાના છે
  • આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે

Gujarati Top News : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં LLM અને MBA વિદ્યાશાખાના 250 વિદ્યાર્થીઓને પદવી અપાશે. જેમાં 8 વિદ્યાર્થીનીઓ સહિત 13 ને ગોલ્ડ મેડલ્સથી સન્માનિત કરાશે. આ ઉપરાંત પદવીદાન સમારોહમાં LLM વિદ્યાશાખાના 188 અને MBAના 62 વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી અમદાવાદના પાલડી ખાતે શહેરીવિકાસ વર્ષની ઉજવણીમાં પણ ભાગ લેશે.

શિવરાજ સિંહ જૂનાગઢ મુલાકાતે

આજે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) જૂનાગઢની મુલાકાતે છે. તેઓ બપોર બાદ સાસણથી જૂનાગઢ જશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઈવનગર ખાતે મગફળી સંશોધન કેન્દ્રમાં જશે. સંશોધન કેન્દ્રની સૂચક મુલાકાત બાદ શિવરાજ સિંહ ચૌહાણ ખેડૂતો સાથે સંવાદ પણ કરવાના છે.

Advertisement

આજે ગુજરાતમાં વરસાદ

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી પણ કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં છુટોછવાયો વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

Advertisement

આ પણ વાંચોઃ Jamnagar : વિક્રમ માડમની Gujarat first સાથે ખાસ વાતચીત, કહ્યું- જ્યારે લોકો જ લડવા માટે તૈયાર નથી તો..!

Tags :
Advertisement

.

×