Gujarati Top News : આજે 19 જુલાઈ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જ્યારે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) શનિવારે જૂનાગઢના ઈવનગર ખાતે મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત લેશે. વાંચો વિગતવાર.
Advertisement
- આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેરિટાઈમ યુનિ.ના પદવીદાન સમારોહમાં રહેશે ઉપસ્થિત
- આજે કેન્દ્રીય મંત્રી Shivraj Singh Chouhan જૂનાગઢની મુલાકાત લેશે
- શિવરાજ સિંહ ચૌહાણ મગફળી સંશોધન કેન્દ્રમાં પણ જવાના છે
- આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે
Gujarati Top News : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં LLM અને MBA વિદ્યાશાખાના 250 વિદ્યાર્થીઓને પદવી અપાશે. જેમાં 8 વિદ્યાર્થીનીઓ સહિત 13 ને ગોલ્ડ મેડલ્સથી સન્માનિત કરાશે. આ ઉપરાંત પદવીદાન સમારોહમાં LLM વિદ્યાશાખાના 188 અને MBAના 62 વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી અમદાવાદના પાલડી ખાતે શહેરીવિકાસ વર્ષની ઉજવણીમાં પણ ભાગ લેશે.

