Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 3 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : ગુજરાતના વિવિધ ખૂણાઓમાંથી આજે ઘણા સમાચાર સામે આવશે. આજે 3 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓ થશે જે રાજ્યનું વાતાવરણ ગરમાવી શકે છે.
gujarati top news   આજે 3 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 3 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ગુજરાતના વિવિધ ખૂણાઓમાંથી આજે ઘણા સમાચાર સામે આવશે. આજે 3 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓ થશે જે રાજ્યનું વાતાવરણ ગરમાવી શકે છે. અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામના આરોપીની ધરપકડથી લઈને ઇન્દિરા બ્રિજ પર હોમગાર્ડની બહાદુરીભરી રેસ્ક્યુ કામગીરી સુધીના સમાચાર સામે આવશે. ગાંધીનગરમાં હૃદયરોગની સારવાર માટે નવી હોસ્પિટલની શરૂઆત થવા જઈ રહી છે, જે સ્થાનિકો માટે વરદાન સાબિત થશે. પંચમહાલના ખેડૂતોએ જંગલી પશુઓના નુકસાન સામે સુરણની ખેતી અપનાવીને આર્થિક સફળતા હાંસલ કરી છે. સુરેન્દ્રનગરની એક વિદ્યાર્થિનીએ ઇલેક્ટ્રિક સોલર સાયકલ બનાવીને વિજ્ઞાનના ક્ષેત્રમાં રાજ્યકક્ષાનો એવોર્ડ મેળવ્યો છે, જ્યારે અરવલ્લીના ઉન્મેશકુમાર પટેલે 35 જાતની કેરીની ખેતી કરીને ખેતીના ક્ષેત્રમાં નવીનતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ સમાચાર ગુજરાતની ધરતી પર ચાલી રહેલી પ્રગતિ અને પ્રેરણાની કહાનીઓને ઉજાગર કરે છે.

Advertisement

અમદાવાદ – ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપીની ધરપકડ બાદ તપાસ શરૂ

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ લાલા બિહારી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપી પાસેથી ગુનાહિત નેટવર્ક વિશે માહિતી મેળવવા પૂછપરછ ચાલી રહી છે. આગામી દિવસમાં ક્રાઈમ બ્રાંચ પ્રેસ બ્રીફિંગ દ્વારા વધુ વિગતો શેયર કરશે.

Advertisement

ઇન્દિરા બ્રિજના ફ્લેટમાં આગ બાદ હોમગાડેનું શૂરવીર રેસ્ક્યુ કામગીરી બદલ સન્માન

ઇન્દિરા બ્રિજ નજીક આશ્રય એલીગન્સ ફ્લેટમાં લાગી ગયેલી આગ દરમિયાન હોમગાર્ડના જવાને શૂરવીરતા દાખવતાં ચોથા માળે ચડીને એક નાની બાળકી સહિત 4 લોકોને બચાવ્યા હતા. ફાયર બ્રિગેડના હાજર હોવા છતાં તેની પ્રવૃત્તિ બહાદુર અને સમયસૂચક રહી હતી, જેને લીધે તેને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યો છે. પ્રેસબ્રીફિંગ 2 વાગ્યે યોજાવાની છે.

હવે હૃદયરોગની સારવાર માટે અમદાવાદ જવું નહીં પડે

ગાંધીનગરમાં નવા 600 બેડના સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા 100 બેડની નવી હાર્ટ હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. અતિઆધુનિક કેથલેબ, કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી વિભાગ સાથેની આ હોસ્પિટલ હૃદયરોગી દર્દીઓ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. ખર્ચે રૂ. 25-30 કરોડનો અંદાજ છે અને ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન થશે.

પંચમહાલના ખેડૂતો હવે સુરણની ખેતી તરફ વળ્યા: ઓછા ખર્ચમાં વધુ નફો

કાલોલ તાલુકાના વેજલપુર પંથકના ખેડૂતો જંગલી જાનવરોના ત્રાસથી ત્રસ્ત થઇ હવે પરંપરાગત પાક છોડીને સુરણ (યામ) જેવી ભૂગર્ભ ફસલની ખેતી તરફ વળ્યા છે. સુરણ ઓછા ખર્ચમાં વધુ નફો આપતું હોવાથી હવે એક વિઘામાં 300-400 મણ સુધીનું ઉત્પાદન મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં પ્રતિ 20 કિલો સુરણ રૂ. 1000-1500માં વેચાય છે. ખેડૂતો હવે હળદર અને અંતરપાક સાથે પણ પ્રયોગ કરી રહ્યાં છે. સ્ટોરી માટે દૃશ્ય અને બાઈટ 1 વાગ્યે ઉપલબ્ધ રહેશે.

સુરેન્દ્રનગરની વિદ્યાર્થિનીએ તૈયાર કરી ઇલેક્ટ્રિક સોલાર સાયકલ, રાજ્ય એવોર્ડ મેળાવ્યો

શિયાણી ગામની ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઇલેક્ટ્રિક સોલાર સાયકલ બનાવી છે જે Inspire Award માટે પસંદ કરાઈ છે. રાજ્ય સરકારે તેને રૂ. 10,000નો પુરસ્કાર આપ્યો છે. પ્રદૂષણના વિકલ્પ તરીકે આ શોધ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. પેકેજ માટે બપોરે 2 વાગ્યે વિઝ્યુઅલ્સ અને બાઈટ ઉપલબ્ધ રહેશે.

અરવલ્લીના ઉન્મેશકુમાર પટેલે 35 જાતની કેરી ઉગાડી વૈજ્ઞાનિક ખેતીમાં સેતુ રચ્યો

ધનસુરાના ઉન્મેશકુમાર પટેલે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવી ઇઝરાયેલી ટેકનિકથી કેરીના 35 જાતોના વાવેતર સાથે ખેતીમાં નવતર પગલું ભર્યું છે. તેમની ખેતીમાં નૂરજહાંથી લઈને જાપાની માયાઝાકી જેવી દુર્લભ કેરીનો પણ સમાવેશ થાય છે. મલ્ચિંગ, ડ્રિપ સિંચાઈ અને પોષણ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદનમાં નોખો સુધારો થયો છે. તેમના પ્રયાસો નવી પેઢી માટે પ્રેરણાસ્પદ છે.

Tags :
Advertisement

.

×