Gujarati Top News : આજે 4 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarati Top News : ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષના પરિણામની જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાશે.
ગાંધીનગર કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણ આપકી પૂંજી આપકા અધિકાર અભિયાનનો પ્રારંભ કરાવશે, આ તરફ કચ્છ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાશે સવારે 11:00 કલાકે રાજ્યપાલ તેમજ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે.
શામળાજી ખાતે કોંગ્રેસની બેઠક (Gujarati Top News)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ સભા સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે ત્યારે આ સભા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડા અને તુષારભાઈ ચૌધરી તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યકક્ષતામાં શામળાજી ખાતે યોજાનાર છે જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક રાજકીય કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહેશે
ભ્રષ્ટાચારને કરાશે ઉજાગર (Gujarati Top News)
માંડવી તાલુકા દક્ષિણ ફોરેસ્ટ રેંજ તથા ઉત્તર ફોરેસ્ટ રેંજ વિસ્તારમાં મનરેગા યોજના 2005 હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર જાગૃત નાગરિક ઉજાગર કરશે. માંડવી તાલુકાના ઉત્તર અને દક્ષિણ ફોરેસ્ટ રેંજના જંગલ વિસ્તારોમાં વર્ષ 2020થી 2025 દરમિયાન મહાત્મા ગાંધી મનરેગા યોજનામાં માટી મેટલ ના રસ્તા,ચેક ડેમો,ખેત તલાવડીઓ, જેવી અનેક કામગીરી કરવામાં આવી છે.
પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન
હિંમતનગરમાં આજે સાબરકાંઠા પાટીદાર સમાજ આયોજિત જન જાગૃતિ રેલી યોજાશે જેમાં સર્વ સમાજને જોડાવવા માટે અપીલ કરવામાં આવી હતી.શહેરના ટાવર ચોકથી કલેક્ટર સુધી રેલી યોજીને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે જોકે મુખ્ય પાંચ માગો સાથે આવેદનપત્ર આપવામાં આવશે જેમાં લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે,એન્ટી રોમિયો સ્કોડની સ્થાપના કરી કાર્યરત કરવામાં આવે,લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને 45 દિવસ અગાઉથી નોટિસ દ્વારા જાણ કરવામાં આવે, સાક્ષી પણ એ જ વિસ્તારના હોવા જોઈએ અને લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત હોવાના મુદ્દા સાથે આવેદનપત્ર આપવામાં આવશે.
કારખાના માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે માગ
સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ બાંધણી ઉધોગનું કેમિકલયુક્ત પાણી ખુલ્લી ગટરમાં છોડવામાં આવતા ચામડીના રોગ ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. આ કેમિકલયુક્ત પાણી ગટર દ્વારા ભોગાવો નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને નદીમાંથી પશુઓ પાણી પીતા હોવાથી પશુઓમાં પણ રોગ ફેલાવવાની દહેશત ઉભી થઈ છે તેમજ આસપાસના ખેતરોમાં ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે બાંધણી ઉધોગના રંગાટના કારખાના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
આ પણ વાંચો : કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના ખીજડીયા ગામમાં 35 લાખના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ