Gujarati Top News : આજે 9 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
આજે સમગ્ર રાજ્યમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ રક્ષાબંધન (Raksha Bandhan) ધામધૂમથી ઉજવાશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ બહેનો ભૂપેન્દ્ર પટેલને ઉમંગથી રાખડી બાંધશે. વાંચો વિગતવાર.
Advertisement
આજે 9 ઓગસ્ટ 2025 ના દિવસે Gujarat ના સમાચાર - :
- સમગ્ર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવાશે Raksha Bandhan (Gujarati Top News)
- 100 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે દુર્લભ સંયોગ
- આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધનની ભાવભીની ઉજવણી થશે
- આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે
- આજે CM Bhupendra Patel માંડવીમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે
ગાંધીનગર
આજે ઉત્સાહભેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) રક્ષાબંધનની ઉજવણી કરશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધન (Raksha Bandhan) ની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. ભાજપ મહિલા મોરચાની બહેનો સહિત અનેક મહિલાઓ મુખ્યમંત્રીને રાખડી બાંધીને ઓવારણાં લેશે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ પરંપરા શરુ કરવામાં આવી હતી. સરકારે પણ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધન પર મહિલાઓને ભેટ આપી છે. જેમાં મહિલાઓ આજે સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકશે.

