ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat's cooperative model : સહકારી ક્ષેત્રે ગુજરાત દેશમાં શિરમોર

ઉત્તરાખંડના સહકારિતા મંત્રી ડૉ. ધનસિંઘ રાવત સહિત ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે
05:30 PM Jul 11, 2025 IST | Kanu Jani
ઉત્તરાખંડના સહકારિતા મંત્રી ડૉ. ધનસિંઘ રાવત સહિત ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે

 

Gujarat's cooperative model : ગુજરાતના સહકારિતા મોડેલના અભ્યાસ માટે ઉત્તરાખંડના સહકારિતા મંત્રી ડૉ. ધનસિંઘ રાવત Dr. Dhansingh Rawat સહિત ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે આવ્યું હતું. ત્રિ-દિવસીય ગુજરાત મુલાકાતના અંતિમ દિવસે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આજે સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma)એ ઉત્તરાખંડના સહકારિતા મંત્રી ડૉ. ધનસિંઘ રાવત અને તેમના પ્રતિનિધિ મંડળને ગુજરાતના સહકારિતા મોડેલ વિશે વિગતવાર માહિતી આપી હતી.

સહકારિતા મંત્રી  જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma)એ જણાવ્યું હતું કે, તાજેતરમાં કેન્દ્રિય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીશ્રીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે આજે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં સહકારિતા ક્ષેત્રે સૌના સાથ અને સહકાર થકી અનેક સિદ્ધિઓ હાંસિલ કરી છે, જેનો મહત્તમ ફાયદો રાજ્યના ખેડૂતો, પશુપાલકો અને સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકોને મળી રહ્યો છે.

ત્રિ-દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન ઉત્તરાખંડના સહકારિતા મંત્રી ડૉ. ધનસિંઘ રાવત અને પ્રતિનિધિ મંડળ અમૂલ ડેરી, પંચામૃત ડેરી, ત્રિભોવન સહકારી યુનિવર્સિટી, GSC બેંક, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક તેમજ વિવિધ પેક્સ મંડળીઓ અને દૂધ મંડળીઓની મુલાકાત થકી વિસ્તૃત માહિતી મેળવીને પ્રભાવિત થયા હતા.

બેઠકમાં સહકારી મંડળીઓ વિશે વિગતવાર માહિતી

બેઠકમાં સહકારી મંડળીઓ વિશે વિગતવાર માહિતી આપતા રજિસ્ટ્રાર શ્રી મીતેશ પંડયાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ ૮૯ હજાર સહકારી મંડળીઓ કાર્યરત છે. જેમાં ૧.૮૮ કરોડ કરતાં વધુ સભાસદો જોડાયેલા છે. આ ઉપરાંત રાજ્યમાં ૧૮ હજાર કરતાં વધુ દૂધ ઉત્પાદન સમિતિઓ, ૨૨૫ જેટલી APMC, ૧૯૨ સબયાર્ડ સહિત સહકાર ક્ષેત્રે અનેક મૂળભૂત સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

GSC બેંકના સીઇઓ શ્રી પ્રદીપ વોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક Gujarat State Co-operative Bank દ્વારા ગ્રામીણ કક્ષાએ બેંક એકાઉન્ટ ઓપનિંગ, ક્રોપ લોન, માઇક્રો ATM જેવી અનેક બેન્કિંગ સેવાઓ જિલ્લા કે તાલુકા મથકે ગયા વિના ઘરઆંગણે મળી રહી છે. જે અંતર્ગત GSC બેંકના ૯,૬૩૪ જેટલા બેંકમિત્ર, ૯,૭૨૩ માઇક્રો ATM અને ટેબલેટ બેન્કિંગ થકી સેવાઓ આપવામાં આવી રહી છે.

અમૂલ દેશની સૌથી મોટી FMCG બ્રાન્ડ

અમૂલ ફેડરેશનના એમડી જયેન મેહતાએ માહિતી આપતા કહ્યું હતું કે, આજે અમૂલ દેશની સૌથી મોટી FMCG બ્રાન્ડ છે. અમૂલ સાથે રાજ્યના ૩૬ લાખ કરતાં વધુ પશુપાલકો અને ખેડૂતો જોડાયેલા છે. આ ઉપરાંત વાર્ષિક રૂ. ૯૦ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા અમૂલ ફેડરેશન થકી ૧૮ હજાર કરતાં વધુ દૂધ મંડળીઓ દ્વારા દર રોજ અંદાજે ૩ કરોડ લિટર દૂધ ભરાવવામાં આવે છે.

બનાસ ડેરીના એકઝીકયુટીવ ડિરેક્ટર શ્રી વિનોદ બાજયાએ બનાસ ડેરી વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, બનાસ ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૨૧ હજાર કરોડ કરતાં વધુનું છે. બનાસ ડેરીમાં ૪.૫૦ લાખ પશુપાલકો દ્વારા દર રોજ ૧ કરોડ લિટર કરતાં વધુ દૂધ ભરાવવામાં આવે છે. આ ઉપરાંત તેમણે બનાસ બાયો સીએનજી પ્લાન્ટની કામગીરી વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.

આ બેઠકમાં સહકારિતા વિભાગના સચિવ શ્રી સંદિપકુમાર, ઉત્તરાખંડ સહકારિતા વિભાગના સચિવ શ્રી બસાવા વેંકટા રામચંદ્ર પુરુષોત્તમ, રજિસ્ટ્રાર શ્રી મહેરબાનસિંઘ બિશ્ત, ઉત્તરાખંડ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના એમડી શ્રી પ્રદીપ મેહરોત્રા સહિત ગુજરાત અને ઉત્તરાખંડ સહકારિતા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Judicial system : ન્યાયિક પ્રણાલીને ટેકનોલોજીયુક્ત બનાવવા ગુજરાત સરકારનો હકારાત્મક નિર્ણય

Tags :
CM Bhupendra PatelDr. Dhansingh RawatGujarat State Co-operative BankJagdish Vishwakarma
Next Article