Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodra: ડભોઈ ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ

ચૈત્રી પૂનમે એપ્રિલને શનિવારના રોજ હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ વખતે હનુમાન જયંતિ એ શનિવારના રોજ આવી છે જે ખૂબ જ સોનામાં સુગંધ ભળે એવો દિવસ બનાવી શકાય.આજે તમામ સ્થળોએ આવેલ હનુમાનજીના મંદિરોને શણગારવામાં આવ્યા છે.
vadodra  ડભોઈ ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ
Advertisement
  • ડભોઈ ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ
  • ડભોઇમાં હનુમાનજી મંદિરો ખાતે ભક્તોની ભીડ ઉમટી
  • પંચમુખી હનુમાનજી મંદિરે વિવિધ કાર્યક્રમો

ડભોઈ ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી. વિવિધ સ્થળો ઉપર આવેલ મંદિરોએ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે. ડભોઇ નગર હીરાભાગોળ બહાર આવેલ નરસિંહ હનુમાન મંદિર,લાલબજાર ખાતે આવેલ સંકટમોચન હનુમાનજી,વેગા પાસે રોકડીયા હનુમાન,ડભોઇ થી સાઠોદ જવાના માર્ગ ઉપર આવેલ શ્રી પંચમુખી હનુમાન મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.


પંચમુખી હનુમાનજી મંદિરે વિવિધ કાર્યક્રમો

શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના મહંત અને બદ્રીનારાયણ મંદિરનાં મહંત શ્રી ૧૦૦૮ સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજે માહિતી આપતા જણાવ્યું કે, પંચમુખી હનુમાન મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હત તેમજ મારુતિ મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી અને જે સાંજે ૫:૦૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભજન સંધ્યાનો કાર્યક્રમ ભજન મંડળ દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા હતાં. તેમજ લાલ બજાર સંકટમોચન હનુમાનજી મંદિરે પણ યજ્ઞ કરવામાં આવ્યો હતો.જેમાં ૧૭ કુંડ તૈયાર કરી યજ્ઞ સંપન્ન કરાયો હતો.

Advertisement

હનુમાન જન્મોત્સવે વિવિધ પૂજાવિધિ

હનુમાન જયંતિ પર, બ્રહ્મ મુહૂર્તમાં જાગો, તમારા બધા કામ પૂરા કરો અને સ્નાન કરો. આ પછી, સ્વચ્છ કપડાં પહેરો અને જો તમે ઉપવાસ કરી રહ્યા છો, તો એક હાથમાં ફૂલ અને થોડા ચોખા લઈને ભગવાન હનુમાનનું ધ્યાન કરો અને ઉપવાસ કરવાનું વ્રત લો. આઔ પછી પૂજા શરૂ કરો. સૌ પ્રથમ, પૂજા ખંડના મંદિરમાં અથવા બાજોઠ પર લાલ કપડું પાથરી તેમાં ભગવાન હનુમાનની મૂર્તિ અથવા ફોટો મૂકો. ભગવાનને ગુલાબના ફૂલો અથવા અન્ય ફૂલો અર્પણ કરો. સિંદૂર લગાવો. ચમેલીનું તેલ, કેસર, ચોલા, પવિત્ર દોરો, લાલ લંગોટી વગેરે સાથે ચંદન ભેળવીને અર્પણ કરો. પછી રૂ ઉપર અત્તર લગાવો અને તેને લગાવો. ત્યાર પ્રસાદ અર્પણ કરો આ માટે, તમે તમારી શ્રદ્ધા અનુસાર બુંદીના લાડુ, ચણાના લોટના લાડુ, ગોળમાં પલાળેલી ચણાની દાળ અથવા બીજું કંઈપણ ચઢાવી શકો છો. પ્રસાદ સાથે તુલસીના પાન અર્પણ કરવું જોઈએ.

Advertisement

આ પણ વાંચોઃ ભાજપ બંધારણના નામે રાજકારણ કરવા માંગે છે-મનીષ દોશી, ભાજપ પર આકરા વાકપ્રહાર

શનિવારના દિવસ એટલે હનુમાન જયંતી શુભ યોગ

હિન્દુ કેલેન્ડર મુજબ, હનુમાનજીનો જન્મદિવસ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ શનિવારે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ ઉપર ઘણા શુભ ગ્રહોની રચના થઈ રહી છે અને આ સાથે જ ભદ્રાની છાયામાં બજરંગબલીની પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Bhavnagar: હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રનાં એવોર્ડ એનાયત કરાયા, ગાયન, વાદ્યનૃત્ય માટે હનુમંત એવોર્ડ એનાયત

અહેવાલ- પીન્ટુ પટેલ-ડભોઇ, વડોદરા

Tags :
Advertisement

.

×