Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : આ વખતે પણ થશે હર ઘર તિરંગા અભિયાન ! તૈયારીઓ શરૂ

ગત વર્ષે 15 ઓગસ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા નું અભિયાન જોવા મળ્યું હતું આ અભિયાનને પગલે દરેક ઘરે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવેલો જોવા મળ્યો હતો આ વખતે પણ આવું જ એક અભિયાન આવી શકે છે તેને...
surat   આ વખતે પણ થશે હર ઘર તિરંગા અભિયાન   તૈયારીઓ શરૂ
Advertisement

ગત વર્ષે 15 ઓગસ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા નું અભિયાન જોવા મળ્યું હતું આ અભિયાનને પગલે દરેક ઘરે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવેલો જોવા મળ્યો હતો આ વખતે પણ આવું જ એક અભિયાન આવી શકે છે તેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ અંતર્ગત સુરતની એક કંપનીને તિરંગા બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો છે.

સુરતની કંપનીને તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો

15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની આ વર્ષે પણ સમગ્ર દેશ ઉત્સાવેર અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે એવું લાગી રહ્યું છે. ગત વર્ષે દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવી લોકોને ઘરે ઘરે તિરંગા લહેરાવા આહવાન કર્યું હતું. જેને લઇ સુરતમાં મોટી સંખ્યામાં તિરંગા બન્યા હતા અને દેશના ખૂણે ખૂણે પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ સુરતની એક કંપનીને તિરંગાનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. સુરતની પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.

Advertisement

ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું

દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો ભાગ બનવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું. જેમાં લોકોને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા ઘરે ઘરે તિરંગા લહેરાવીને રાષ્ટ્રભક્તિ દર્શાવવા આહવાન કર્યું હતું. જેને લઇ સમગ્ર દેશ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વને લઈ તિરંગાથી રાષ્ટ્રભક્તિમય બની ગયો હતો. ત્યારે આ વર્ષે પણ લોકોમાં તેટલો જ ઉત્સાહ રાષ્ટ્રભક્તિનો પ્રેમ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે પણ લોકો ઘરે-ઘરે તિરંગાઓ લહેરાવશે. તેઓ સુરતના કાપડ વેપારીને તિરંગાના મળી રહેલા ઓર્ડર પરથી લાગી રહ્યું છે અને આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ સ્વાતંત્ર પર્વની લોકો ઉત્સાવે ઉજવણી કરશે.

Advertisement

ગત વર્ષે તિરંગા બનાવવાનો રેકોર્ડ બન્યો હતો

સ્વાતંત્ર પર્વના દિવસને લઈ સુરત એ ગયા વર્ષે કરોડો તિરંગા બનાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો. આ તિરંગા દેશભરના ઘરો પર લહેરાયા હતા. ત્યારે આ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વ માટે સુરત નવો રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર સુરતના લક્ષ્મીપતિ મિલના વેપારીને મળ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં એક સાથે 50 લાખ તિરંગા બનાવી આપવાનો આ ઓર્ડર અત્યાર સુધીમાં સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે. જેની માટે વેપારીએ તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

50 લાખ તિરંગા બનશે

15 ઓગસ્ટ આવવા માટે માત્ર 18 દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાત દિવસ મહેનત કરીને આ કંપની 50 લાખ તિરંગાનો ઓર્ડર પુરા કરવામાં જોડાઈ ગઈ છે. 10 ઓગસ્ટ પહેલા 50 લાખ તિરંગા બનાવીને તે વેપારીને પહોંચતા કરશે અને ત્યારબાદ આ તિરંગા દેશના જુદા જુદા રાજ્યના શહેરોમાં લોકોના ઘરોમાં ફરી એક વખત સુરતના તિરંગાઓ આ વર્ષે પણ લહેરાશે.

અહેવાલ : આનંદ પટ્ટણી, સુરત

આ પણ વાંચો : BHARUCH : ભરૂચ જિલ્લામાં ભૂખી ખાડી ગાડીતૂર, 200થી વધુ લોકોનું સ્થળાંતર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×