ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમરેલીના છેવાડાના ગામમાં સિંહણે ખેડૂતને ફાડી ખાદ્યો, વનવિભાગે સિંહણને પાંજરે પૂરી

Amreli : અમરેલી જિલ્લાના એક છેવાડાના ગામમાં એક દુખદ ઘટના સામે આવી છે, જ્યાં એક સિંહણે 36 વર્ષના ખેડૂત પર હુમલો કરી તેને ફાડી ખાધો છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે.
09:00 AM Mar 05, 2025 IST | Hardik Shah
Amreli : અમરેલી જિલ્લાના એક છેવાડાના ગામમાં એક દુખદ ઘટના સામે આવી છે, જ્યાં એક સિંહણે 36 વર્ષના ખેડૂત પર હુમલો કરી તેને ફાડી ખાધો છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે.
Lioness attack farmer remote village Amreli

Amreli : અમરેલી જિલ્લાના એક છેવાડાના ગામમાં એક દુખદ ઘટના સામે આવી છે, જ્યાં એક સિંહણે 36 વર્ષના ખેડૂત પર હુમલો કરી તેને ફાડી ખાધો છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. મળતી માહિતી અનુસાર, ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક સિંહણે તેના પર હુમલો કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

સિંહણે એક ખેડૂતને ફાડી ખાદ્યો

કહેવાય છે કે, સિંહ કે સિંહણ માણસ પર જલ્દી હુમલો કરતા નથી. પરંતુ જો તેમની પજવણી કરવામાં આવે તો તે હિંસક બની જાય છે અને ત્યારે તે હુમલો કરે છે. હજુ થોડાં દિવસ પહેલાં જ અમરેલીમાં એક હિંસક દીપડાંએ બે વર્ષના માસુમ બાળકને ફાળી ખાધું હતું એવામાં ફરી અમરેલીમાંથી પણ કંઈક આ પ્રકારના ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. જેમાં સિંહણે એક ખેડૂતનો શિકાર કરી તેને ફાડી ખાધો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સિંહણ પાસેથી ખેડૂતનો મૃતદેહ છોડાવવા માટે વનવિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી. ઘણી મહેનત બાદ આખરે વનવિભાગની ટીમને ખેડૂતના મૃતદેહને મુક્ત કરવામાં સફળતા મળી. આ દરમિયાન, સિંહણની આક્રમકતાને જોતા તેને પકડવું પણ જરૂરી બન્યું હતું. લાંબી પ્રક્રિયા બાદ વનવિભાગે સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મેળવી.

સિંહણને હાલ જસાધાર રેન્જ ખાતે ખસેડવામાં આવી

પ્રાથમિક તપાસમાં વનવિભાગનું તારણ છે કે, સિંહણ પજવણી બાદ આક્રમક બની હતી, જેના કારણે આ ઘટના બની હોઈ શકે છે. હાલમાં, સિંહણને જસાધાર રેન્જ ખાતે ખસેડવામાં આવી છે. આ ઘટનાએ અમરેલીના ગ્રામીણ વિસ્તારોમાં વન્યપ્રાણીઓના હુમલાના વધતા જોખમને ફરી એકવાર ઉજાગર કર્યું છે. સ્થાનિક લોકોમાં રોષ અને ભય જોવા મળી રહ્યો છે, અને તેઓ વનવિભાગ પાસેથી આવી ઘટનાઓને રોકવા માટે નક્કર પગલાંની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  PM મોદીએ વનતારામાં વિતાવ્યા હતા 7 કલાક, જુઓ આ મુલાકાતનો Video

Tags :
AmreliAmreli Lion AttackAmreli NewsAmreli Rural TragedyAmreli Wildlife ConflictfarmerFarmer Killed by LionessForest Department RescueGujarat Farmer Killed by LionGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHuman-Wildlife Conflict IndiaJasadhar Range Lioness ShiftedLion Attack Gujarat NewsLion Attack in GujaratLion Attack Latest Updatelionesslioness attackLioness Captured in AmreliLioness Turns AggressiveMan-Eater LionessWildlife Danger in Amreli
Next Article