HarGharTiranga 2025 : 'સ્વતંત્રતાનો પર્વ, સ્વચ્છતાને સંગ' અભિયાનમાં જોડાઈ દેશ નિર્માણમાં ભાગીદાર બનો, તિરંગા સાથે સેલ્ફી અપલોડ કરો
- 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, PM મોદીના નેતૃત્વમાં HarGharTiranga 2025 અભિયાન
- 'હર ઘર તિરંગા' હેઠળ દરેક ઘરે લહેરાશે તિરંગો, સ્વચ્છતાનો પણ સંદેશ
- 'સ્વતંત્રતાનો પર્વ, સ્વચ્છતાને સંગ' અભિયાનની પણ શરૂઆત કરાઈ
- સ્વતંત્રતાની ઉજવણીને સ્વચ્છતા અને પાણીની સુરક્ષા સાથે જોડવાનું અનોખું અભિયાન
- હર ઘર તિરંગા Anthem, 'સ્વતંત્રતાનો પર્વ, સ્વચ્છતાને સંગ' અભિયાનથી લોકજાગૃતિનો પ્રયાસ
HarGharTiranga 2025 : આવતીકાલે દેશભરમાં 79 માં આઝાદીનાં પર્વની (79th Independence Day) ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સ્વતંત્રતાનાં આ પર્વમાં દરેક દેશવાસી સામેલ થાય અને ઘર-ઘર સુધી દેશદાઝ પહોંચે તે માટે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવાઈ રહ્યું છે. દરેક મોટા શહેરમાં 'તિરંગા યાત્રા' (Tiranga Yatra) નીકળી રહી છે. કેન્દ્રીય મંત્રીથી માંડીને મુખ્યમંત્રી પણ તિરંગા યાત્રામાં સામેલ થઈ રહ્યા છે. દેશની તમામ જનતાને પણ અપીલ કરાઈ છે કે આ 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાઈ દેશ પ્રત્યેની જવાબદારી હરખભેર નિભાવે.
'HarGharTiranga 2025' અભિયાન સાથે સ્વચ્છતાનો પણ સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાન સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા અને સ્વચ્છતાનો સંદેશ દરેક નાગરિક સુધી પહોંચે તે હેતુસર પ્રયાસનાં ભાગરૂપે આ વખતે 'સ્વતંત્રતાનો પર્વ, સ્વચ્છતાને સંગ' (HarGharTiranga-HarGharSwachhta) અભિયાનની પણ શરૂઆત થઈ છે. 8 ઓગસ્ટથી શરૂ થયેલ 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન, સ્વતંત્રતાની ઉજવણીને સ્વચ્છતા અને પાણીની સુરક્ષા સાથે જોડવાનું એક અનોખું અભિયાન છે. આ અભિયાન હેઠળ આઝાદીનો જશ્ન સ્વચ્છતા સાથે મનાવવાની અપીલ કરાઈ છે. અભિયાન હેઠળ દરેક નાગરિક સ્વચ્છતાનાં સંકલ્પ સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરે અને દરેક ઘરે તિરંગો લહેરાવે અને પોતાનાં વિસ્તારમાં સાફ-સફાઈને પ્રાધાન્ય આપે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. 'સ્વચ્છતાનું સન્માન, ભારતનું નિર્માણ', 'સ્વતંત્રતાનો ઉત્સવ, સ્વચ્છતાને સંગ' નાં સૂત્રો હેઠળ પાણી અને સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા અને શહેર-ગામડાઓને સ્વચ્છ, સુજલ અને સશક્ત બનાવવા જનઆંદોલનનું આવાહન કરાયું છે.
આ પણ વાંચો - 79th Independence Day : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
આ રીતે બનો 'હર ઘર તિરંગા' વોલિન્ટિયર!
કેન્દ્ર સરકાર દ્વારા 'હર ઘર તિરંગા' વોલિન્ટિયર (Har Ghar Tiranga Volunteer) કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોગ્રામમાં દેશનો દરેક નાગરિક ભાગ લઈ શકે છે અને દેશભક્ત વોલિન્ટિયર તરીકે નોંધણી કરાવી દરેક ઘર, શાળા અને સમુદાયને ભારતીય તિરંગો ફરકાવવા અને રાષ્ટ્રીય એકતાની ઉજવણી કરવા માટે પ્રેરણા આપી શકે છે. જો તમે આ ઐતિહાસિક અભિયાનમાં વોલિન્ટિયર તરીકે જોડાવા માંગતા હો, તો તમારે નીચે પ્રમાણે પ્રક્રિયા ફોલો કરવાની રહેશે...
આ પણ વાંચો - Tiranga Yatra : 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ રાજ્યભરમાં તિરંગા યાત્રા, જુઓ તસવીરો
- સૌથી પહેલા આધિકારિક વેબસાઇડ harghartiranga.com પર જવું.
- અહીં, ‘વોલિન્ટિયર’ અથવા ‘Join the Campaign’ સેક્શનમાં જાઓ.
- તમારું નામ, મોબાઇલ નંબર, ઇ-મેઇલ અને સરનામાની માહિતી એન્ટર કરો.
- ઓળખ કાર્ડ (જેમ કે આધાર કાર્ડ) ની વિગતો પણ અપલોડ કરવી પડી શકે છે.
- નોંધણી દરમિયાન, તમે તમારી ભૂમિકા પસંદ કરી શકો છો - જેમ કે તિરંગો વહેંચવો, લોકોમાં જાગૃતિ લાવવી, સોશિયલ મીડિયા ઝુંબેશમાં ભાગ લેવો અથવા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં મદદ કરવી.
- નોંધણી પૂર્ણ થયા પછી, તમને તમારા શહેર અથવા વિસ્તારની વોલિન્ટિયર ટીમમાં ઉમેરવામાં આવશે. અહીંથી તમને તમારી ફરજ અને ટાઇમલાઇન વિશે માહિતી મળશે.
- નિર્ધારિત કરેલ દિવસે ઘરે ઘરે જઈને લોકોને ત્રિરંગો ફરકાવવા, ત્રિરંગો વહેંચવા અને #HarGharTiranga હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર તિરંગા સાથેની સેલ્ફી, ફોટા અને વીડિયો શેર કરવા માટે પ્રોત્સાહિત કરવા.
લોકો HarGharTiranga 2025 અભિયાનમાં જોડાઈ તિરંગા સાથેની પોતાની સેલ્ફી harghartiranga.com પર અપલોડ કરી શકે છે. 'સ્વતંત્રતાનો પર્વ, સ્વચ્છતાને સંગ' અભિયાનથી લોકજાગૃતિનાં પ્રયાસ હેઠળ હર ઘર તિરંગા Anthem પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Independence Day નિમિત્તે શૌર્ય, સેવા ચંદ્રકો ગુજરાતના 27 જવાન સહિત 1090 લોકોને એનાયત કરાશે